Last Updated on by Sampurna Samachar
પોતે કબૂલ્યું છે કે તેમણે જ રમખાણો કરાવ્યાં હતા
ભાજપના મંત્રી સારંગે દિગ્વિજયસિંહનો વિડીયો શેર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેમને એમ કહેતા સ્પષ્ટ સાંભળી શકાય છે કે “બાબરી મસ્જિદ શહીદ થયા પછી અમે હિન્દુ-મુસ્લિમ વચ્ચે તોફાનો કરાવવા બહુ મહેનત કરી હતી”.
હકીકતે ભાજપ પર પ્રહાર કરતી વખતે દિગ્વિજય સિંહની જીભ લપસી ગઈ હતી. તેમણે કહ્યું કે અમે રમખાણો કરાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. હવે એવો બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, દિગ્વિજયસિંહ તો એવું કહેવા માંગતા હતા કે અમે રમખાણો રોકવાનો બહુ પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસના નેતાઓ રમખાણો ભડકાવવા માટે જવાબદાર
દિગ્વિજયસિંહના આ નિવેદનને ભાજપ દ્વારા કોંગ્રેસની કબૂલાત તરીકે પ્રચારિત કરવામાં આવી રહી છે. આ અંગે ભાજપના નેતાઓએ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનને બરાબર ઘેરી લીધા છે. રાજ્યના રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના મંત્રી અને ભાજપ નેતા વિશ્વાસ સારંગે કહ્યું કે દિગ્વિજય સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેણે પોતે કબૂલ્યું છે કે તેમણે જ રમખાણો કરાવ્યાં હતા.
ભાજપના નેતાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે, “સૌથી મોટી વાંધાજનક વાત એ છે કે તેઓ કહી રહ્યા છે કે બાબરી મસ્જિદ શહીદ થઈ હતી. શું તે શહીદ થઈ હતી? અમે લાંબા સમયથી કહી રહ્યા છીએ કે કોંગ્રેસના નેતાઓ રમખાણો ભડકાવવા માટે જવાબદાર છે. દિગ્વિજય સિંહે પોતે આ સ્વીકાર્યું છે. તેમનું નિવેદન વાંધાજનક છે. એ સ્થાપિત થઈ ગયું છે કે મિયાં દિગ્ગી રમખાણો ભડકાવવા માટે ટેવાયેલા છે.”
ભાજપના મંત્રી સારંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દિગ્વિજય સિંહનો વીડિયો પણ શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યું, “દિગ્વિજય સિંહની કબૂલાત સાંભળો. બાબરી મસ્જિદ શહીદ થઈ ત્યારે અમે રમખાણો કરાવ્યા હતા!” શાજાપુરના ચોબદરવાડી ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા સદ્ભાવના સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે તેમાં ભાગ લીધો હતો.
સભાને સંબોધતા દિગ્વિજય સિંહે કહ્યું, “જ્યારે બાબરી મસ્જિદ શહીદ થઈ ત્યારે હું કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ હતો. અમે હિન્દુઓ અને મુસ્લિમોને એકબીજાની વિરુદ્ધ કરીને રમખાણો કરાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. ૧૯૪૭માં પણ ભોપાલમાં આવા કોઈ રમખાણો થયા ન હતા, પરંતુ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે રમખાણો થયા હતા.