Last Updated on by Sampurna Samachar
અયોધ્યા જઈ રહેલી ગાડીઓ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ
દુર્ઘટનામાં ૪૦ થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક મોટો રોડ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યુ હતું. જેમાં જૌનપુર જિલ્લાના બદલાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સરોખનપુર ગામ નજીક ભીષણ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે અલગ અલગ દુર્ઘટનામાં અયોધ્યા જઈ રહેલી ગાડીઓ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. તેમાં ૯ તીર્થયાત્રીઓના મોત નિપજ્યા છે જ્યારે ૪૦ થી વધારે લોકો ઘાયલ થયા છે. સૂચના મળતા જ DM અને SSP સહિત અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મહાકુંભ સ્નાન બાદ બે વાહન જૌનપુર રોડ પર દુર્ઘટનાનો શિકાર થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બંને વાહનોમાં સવાર શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. લગભગ ૪૦ લોકો ઘાયલ થયા હતા.
કહેવાય છે કે, ઝારખંડ નંબર પ્લેટવાળી ટાટા સૂમો શ્રદ્ધાળુઓને લઈને વારાણસીથી અયોધ્યા તરફ જઈ રહી હતી. જ્યાં સરોખનપુર પહોંચી તો એક વાહને જોરદાર ટક્કર મારી હતી. સૂમોમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા છે. ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂચના મળતા ઘટનાસ્થળે પોલીસે ગામલોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
સૂમોમાં એક બાળક, એક પુરુષ અને ૩ મહિલા સહિત ૮ લોકો બેઠા હતા. તેમાંથી પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. સૂમોમાં સવાર તમામ લોકો ઝારખંડના રહેવાસીઓ હતાં. સૂમોની દુર્ઘટનાનું બચાવ કામ કર્યા બાદ પ્રસાસનિક ટીમ હજુ બેઠી નહોતી ત્યાં લગભગ અડધા કલાક બાદ ઘટનાસ્થળેથી સો મીટર દૂર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ હાઈવે પર ઊભેલા એક ટ્રેલર પાછળ ઘુસી ગઈ. આ દુર્ઘટનામાં બસ ડ્રાઈવર અને ૩ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા છે, જેમાં ૩૫ લોકો ઘાયલ પણ થયા છે.