Last Updated on by Sampurna Samachar
એક છોકરો રીલ બનાવવાના ચક્કરમાં રેલના પાટા પર સૂઇ ગયો
આ વીડિયો ઓડિશાના બૌધ જિલ્લાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોશિયલ મીડિયાની લત લોકોમાં એટલી હદે લાગી ગઈ છે કે, હવે લોકોએ LIKES અને VIEWS માટે પોતાની જિંદગી સાથે રમત રમવાનું શરૂ કરી દીધું છે. વાયરલ થવાની હોડમાં આજના યુવાનોને સલામતીની કોઈ કિંમત નથી. તેઓને બસ સોશિયલ મીડિયામાં ‘હીરો’ દેખાવું છે, ભલે તેના માટે જીવનું જોખમ કેમ ન ઉઠાવું પડે.
હાલમાં એવો જ એક હેરાન કરી દેતો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સગીર છોકરો માત્ર રીલ બનાવવાના ચક્કરમાં રેલવેના પાટા પર સૂઈ જાય છે, જ્યાં થોડી જ પળોમાં ધડધડાટ કરતી ટ્રેન તેના ઉપરથી પસાર થાય છે. આ વીડિયોને X પર શેર કરે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક છોકરો રેલવે પાટા પર સૂઈને ટ્રેન આવવાની રાહ જુએ છે, જ્યારે બીજો છોકરો તેનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે. થોડી જ પળોમાં ટ્રેન આવે છે તો છોકરો ઝડપથી પાટા પર સૂઈ રહેલા બાળકના ઉપરથી પસાર થઈ જાય છે.
અધિકારીઓએ ૩ છોકરાઓને કસ્ટડીમાં લીધા
આ દરમિયાન વીડિયો રેકોર્ડ કરી રહેલા છોકરાને બેકગ્રાઉન્ડમાં શોરબકોર કરતો સાંભળી શકાય છે. તે હિંમત વધારવા જાણે નારા લગાવતો હોય. આ વીડિયો ઓડિશાના બૌધ જિલ્લાનો હોવાનું કહેવાય છે. જોકે, આ વીડિયો સામે આવ્યા બાદ અધિકારીઓએ ૩ છોકરાઓને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ હાથ ધરી છે.
આ વીડિયો સામે આવ્યા ઘણા લોકો ગુસ્સે ભરાયા છે. એકે કોમેન્ટ કરતાં લખ્યું કે,”આજના યુવાનો રીલ્સના નામે પોતાની જ જિંદગી બરબાદ કરી રહ્યા છે. હવે યુવાધનમાં બદલાવ લાવવાની જરૂર છે. હું ઈચ્છું છું કે સરકારો, માતા-પિતા અને આપણો સમાજ આ દિશામાં યોગ્ય પગલાં ભરે.” બીજા એકે લખ્યું કે, “આ રીલ્સ ચિંતાજનક છે અને બાળકોને આદતી બનાવી રહી છે. હવે તેઓ બસ બેડ પર ચોંટીને રહેવાનું જ પસંદ કરે છે… તેઓ કોઈપણ બાબત વિશે વિચારવાની સ્થિતિમાં પણ નથી રહ્યા.”