તમિલગા વેત્રી કઝગમના પ્રમુખ વિજય પણ આ વિવાદમાં કૂદી પડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમિત શાહે સંસદમાં આંબેડકર વિશે કરેલી ટિપ્પણીને લઈને સંસદની અંદર અને બહાર ભારે હોબાળો થઈ રહ્યો છે. વિરોધ પક્ષ આમિત શાહ માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે, જ્યારે ભાજપનું કહેવું છે કે અમિત શાહના નિવેદનને તોડીફોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, તમિલ સુપરસ્ટાર અને તમિલગા વેત્રી કઝગમના પ્રમુખ વિજય પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે.
એક્ટર વિજયે આંબેડકરની પ્રશંસા કરતાં કહ્યું કે, તેઓ ભારતીય નાગરિકોની સ્વતંત્રતાની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. આંબેડકરનો વારસો હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે આશાનું કિરણ છે અને સામાજિક અન્યાય સામે પ્રતિકારનું પ્રતીક છે.