Last Updated on by Sampurna Samachar
વૃદ્ધો અને બાળકો માટે કેદારનાથ યાત્રા વધુ સુવિધાજનક બનશે
માં ગંગાએ મને દત્તક જ લઈ લીધો છે : વડાપ્રધાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં મુખબા ખાતે મા ગંગાની પૂજા કર્યા બાદ તેમણે હર્ષિલમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે સૌથી પહેલા ઉત્તરાખંડના માના ગામમાં હિમસ્ખલનના કારણે થયેલા મજૂરોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, જે દુર્ઘટના ઘટી છે તેના માટે હું દુ:ખ વ્યક્ત કરું છું. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના છે.
વડાપ્રધાન મોદી (MODI) એ ઉત્તરાખંડ સાથે જોડાયેલી પોતાની જૂની યાદો અને મુલાકાતોને યાદ કરતાં કહ્યું કે, વતર્માનમાં ઉત્તરાખંડનો દાયકો છે. ઉત્તરાખંડમાં કોઈ ઑફ સિઝન ન હોવી જોઈએ. અહીંના સ્થળો પર્યટન માટે રોજ ચાલુ હોવા જોઈએ.
આ દશકો ઉત્તરાખંડનો હશે
PM એ નિવેદન આપ્યું કે, ઉત્તરાખંડની આ દેવભૂમિ આધ્યાત્મિક ઊજાર્થી ભરપૂર છે. તેના પર ચારધામ અને અનંત તીથર્ના આશીર્વાદ છે. હું માનું છું કે મા ગંગાના આશીર્વાદથી હું કાશી પહોંચ્યો છું અને સાંસદ તરીકે કાશીની સેવા કરી રહ્યો છું. મા ગંગાએ મને બોલાવ્યો હતો. થોડા મહિના પહેલાં જ મને લાગ્યું કે મા ગંગાએ મને દત્તક લીધો છે. તેમના પ્રેમને કારણે જ આજે હું મારા મોસાળ મુખબા ગામે આવ્યો છું.
વડાપ્રધાને આગળ કહ્યું કે, થોડા વર્ષો પહેલાં જ્યારે હું બાબા કેદારનાથના દર્શન કરવા ગયો હતો ત્યારે મેં કહ્યું હતું કે, આ દશકો ઉત્તરાખંડનો હશે, તે શબ્દો મારા હતા, લાગણીઓ મારી હતી, પરંતુ તેની પાછળની શક્તિ બાબા કેદારનાથની જ હતી.
બાબા કેદારના આશીર્વાદથી, તે શબ્દો, તે લાગણીઓ સત્ય અને વાસ્તવિકતામાં ફેરવાઈ રહી છે. આ દાયકો ઉત્તરાખંડનો બની રહ્યો છે. હું ઈચ્છું છું કે ગમે તે સિઝન હોય પણ ટુરિઝમ ચાલુ રહે. શિયાળામાં રિસોર્ટ્સ ખાલી રહે છે, આનાથી આર્થિક અસંતુલન સર્જાય છે. દેશ-વિદેશથી મુલાકાત લેતાં લોકોને આ સ્થળ પર આધ્યાત્મિક આભાની વાસ્તવિક ઝલક જોવા મળશે.
વડાપ્રધાને કહ્યું કે, અમારી ડબલ એન્જિન સરકાર ઉત્તરાખંડને વિકસિત રાજ્ય બનાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. કેન્દ્રીય કેબિનેટે કેદારનાથ રોપવે પ્રોજેક્ટ અને હેમકુંડ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેદારનાથ રોપવેના નિર્માણ બાદ કેદારનાથ યાત્રા હાલ લાગતા ૮-૯ કલાકના સમયના બદલે હવે માત્ર ૩૦ મિનિટમાં પૂર્ણ થશે. તેનાથી વૃદ્ધો અને બાળકો માટે કેદારનાથ યાત્રા વધુ સુવિધાજનક બનશે.