Last Updated on by Sampurna Samachar
રાજપરા જતા સંઘને અકસ્માત નડતા એકનું મોત
અકસ્માત બાદ માનવતા દાખવવાને બદલે ટ્રક ચાલક અંધારાનો લાભ લઈને અથવા તક જોઈને ટ્રક સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર–અમદાવાદ હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. ભાલ પંથકના સનેસ ગામ નજીક એક ગંભીરહિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં પગપાળા જઈ રહેલા એક શ્રદ્ધાળુનું ટ્રકની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યુંછે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કંકાપુર ગામથી શ્રદ્ધાળુઓનો એક સંઘપગપાળા ભાવનગરના પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યો હતો.
ટ્રક સાથે ત્યાંથી નાસી છૂટ્યો
આ સંઘ જ્યારે ભાલવિસ્તારના સનેસ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રક ચાલકે એકપદયાત્રીને જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે શ્રદ્ધાળુનું સ્થળ પર જ પ્રાણપંખેરુઉડી ગયું હતું.અકસ્માત બાદ માનવતા દાખવવાને બદલે ટ્રક ચાલક અંધારાનો લાભ લઈને અથવા તક જોઈને ટ્રક સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો.
ભાવનગર–અમદાવાદ હાઈવે પર પદયાત્રીઓ અને નાના વાહનો માટે જોખમ સતત વધી રહ્યું છે. અવારનવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓને પગલે હાઈવે પર પોલીસ પેટ્રોલિંગ અને વાહનોની ગતિ મર્યાદા પર અંકુશ લાવવા માટે ફરી સવાલો ઉભા થયા છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને સંઘના અન્ય સભ્યો એકઠા થઈ ગયા હતા. પોલીસ કાફલો પણતાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમના અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરીહતી.
પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી, હાઈવે પરના સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતોના આધારે ફરારટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. શ્રદ્ધાળુના મોતના સમાચારથી કંકાપુર ગામ અને પદયાત્રી સંઘમાં શોકનુંમોજું ફરી વળ્યું છે.