Last Updated on by Sampurna Samachar
પ્રેમિકાની હત્યા કરી, લાશના ટુકડા કરી ફ્રીજમાં મુક્યા
નૌસેનાના એક કર્મચારીએ પોતાની પ્રેમિકાની હત્યા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં ગજુવાકા પોલીસ સ્ટેશન અંતર્ગત નગરમાં નૌસેનાના એક ૩૫ વર્ષીયકર્મચારીએ પોતાના ઘરે ૨૯ વર્ષીય મહિલાની હત્યા કરી દીધી. તેણે મહિલાના મૃતદેહના ટુકડા કર્યાં અને ફ્રીજમાંરાખ્યા હતા. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે આરોપીઓ પોલીસની સામે સરેન્ડર કર્યું હતું.

મૃતકની ઓળખ મોનિકાના રૂપમાં થઈ છે. આરોપી, સી.એચ. રવિન્દ્ર એક નેવી ટેક્નીશિયન છે અને વિજયનગરમ જિલ્લાના રાઝમનો રહેવાસી છે. રવિન્દ્ર પરિણીત હતો અને વિશાખાપટ્ટનમની મોનિકા સાથે તેનુંઅફેર ચાલી રહ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે રવિન્દ્રની પત્ની થોડા સમય પહેલા તેને છોડીને જતી રહી હતી.
રવિન્દ્રએ પોતાનો ગુનો કબૂલકર્યો અને આત્મસમર્પણ કર્યું
રવિવારે બપોરે રવિન્દ્રનો ફોન આવ્યા બાદ મોનિકા તેના ઘરે પહોંચી હતી. બંને કલાકો સુધી ઘરે રહ્યાં, પરંતુપ્રાપ્ત વિગત પ્રમાણે સાંજે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવી રવિન્દ્રએ ચાકૂથી મોનિકાની હત્યા કરીઅને તેના શરીરના ટુકડા કર્યાં હતા.
આરોપ છે કે તેણે શરીરના કેટલાક અંગોને એક બેગમાં પેક કર્યા હતા. તેને કોઈ અજાણી જગ્યાએ જઈને નષ્ટકરી દીધા, જ્યારે બાકી અંગોને ફ્રીજમાં રાખ્યા હતા. પોલીસે જણાવ્યું કે બાદમાં રવિન્દ્રએ પોતાનો ગુનો કબૂલકર્યો અને આત્મસમર્પણ કર્યું હતું.
અધિકારીઓને ઘરેથી શરીરના કેટલાક અંગો મળ્યા છે. પરંતુ માથુ ગાયબહતું અને અધિકારીઓને શંકા છે કે રવિન્દ્રએ તેને કોઈ જગ્યાએ ફેંકી દીધું છે. માથા અને શરીરના બાકી અંગોની જાણકારી મેળવવા એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે.