Last Updated on by Sampurna Samachar
ઉત્તરાખંડમાં પણ વરસાદની શક્યતા દર્શાવાઇ
ગુજરાતીઓને મળી શકે છે ગરમીમાંથી રાહત
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે. જેના કારણે દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું, જ્યારે ઉત્તર પ્રદેશમાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. હળવા વરસાદ અને ઠંડા પવનો પછી, બિહારમાં ઉનાળાના સંકેત છે. રાજસ્થાનમાં વરસાદ અને કરા પડ્યા બાદ હવામાન સ્વચ્છ થઈ ગયું છે. કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા થઈ છે, જ્યારે ઉત્તરાખંડમાં પણ વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધઘટ ચાલુ રહેશે.
દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૯.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સામાન્ય કરતાં ૩.૮ ડિગ્રી ઓછું છે. IMD અનુસાર, મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રીની આસપાસ રહી શકે છે. ૪ અને ૫ માર્ચે ભારે પવન ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. આ પછી તાપમાન ફરી વધવાની ધારણા છે. દિલ્હીનો AQI ૧૨૪ હતો, જે ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીથી આંશિક રાહત મળશે. ઉત્તર ભારતમાં હાલમાં ચાલી રહેલી હિમવર્ષા અને બરફવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, જેની અસર ગુજરાતમાં પણ દેખાશે. રાજ્યમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.
ઉત્તરપ્રદેશમાં ગરમીએ દસ્તક આપી
ઉત્તર પ્રદેશમાં ઉનાળો દસ્તક આપી ચૂક્યો છે. લોકોએ દિવસે ઊનના કપડાં પહેરવાનું બંધ કરી દીધું છે, પણ રાત્રે ઠંડી રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી વરસાદની કોઈ શક્યતા નથી. જોકે ૨૦ થી ૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
બિહારમાં બદલાયેલ હવામાનઃ બિહારમાં ઠંડી લગભગ ગાયબ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા હળવો વરસાદ અને ઠંડા પવનોને કારણે ઠંડીનો અહેસાસ થયો છે. હવામાન વિભાગે માર્ચ મહિનામાં તીવ્ર ગરમી પડવાની આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમ બિહારના કેટલાક જિલ્લાઓમાં બક્સર, અરવલ, ઔરંગાબાદ અને રોહતાસ સહિત ગરમીનું મોજું ફરી શકે છે. માચર્માં મહત્તમ તાપમાન ૩૦ થી ૩૩ ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે.
IMD પટના અનુસાર, ૫ માર્ચ સુધી મહત્તમ તાપમાન ૩૦ થી ૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૪ થી ૧૬ ડિગ્રીની વચ્ચે રહેશે. ૬ અને ૭ માર્ચે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. મહત્તમ તાપમાન ૨૮ થી ૩૦ ડિગ્રી વચ્ચે રહી શકે છે.
રાજસ્થાનમાં વરસાદની શક્યતાઃરાજસ્થાનમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. ક્યારેક તડકો હોય છે તો ક્યારેક વાદળછાયું હોય છે. શિયાળા પછી વરસાદ અને કરા પડ્યા છે. છેલ્લા ચાર દિવસથી આવું જ વાતાવરણ રહ્યું છે.