Last Updated on by Sampurna Samachar
આશરે ૧૪ કિલોમીટર દૂર આઠ મજૂરો છે ફસાયેલા
સુરંગમાં ઓક્સિજન અને વીજળીની સપ્લાય આપવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણામાં સુરંગનો એક ભાગ ધસી પડતા અંદર ફસાયેલા મજૂરોના બચવાની શક્યતાઓ ઓછી થઈ ગઈ હોય તેમ માહિતી મળી છે. દુર્ઘટનામાં શ્રીશૈલમ સુરંગ નહેર પરિયોજનાની અંદર આશરે ૧૪ કિલોમીટર દૂર આઠ મજૂરો ફસાયેલા છે.
રેસ્ક્યૂ ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ પાણી અને કાટમાળના કારણે બચાવ કાર્ય પડકારજનક બની ગયું છે. સુરંગમાં ઓક્સિજન અને વીજળીની સપ્લાય આપવામાં આવી છે. પાણી કાઢવાનું અને માટી હટાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે.
SDRF અને NDRF ટીમો કામે લાગી
બચાવ દળે ૧૩.૫ કિલોમીટર દૂરથી મજૂરોને અવાજ આપ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. હજુ પણ ૨૦૦ મીટરનો ભાગ બાકી છે જ્યાં મજૂર હોઈ શકે છે. ટીમોને તેની પાસે પહોંચ્યા પછી હકીકત જાણવા મળશે. રેસ્ક્યૂ ઓપરેશન હજુ શરૂ છે. મજૂરોના પરિવાર અને આખા દેશની નજર આ બચાવ અભિયાન પર છે.
આ બચાવ કામગીરીમાં NDRF ની ૪ ટીમો કુલ ૧૩૮ સભ્યો, SDRF અને SCCL ૨૩ નિષ્ણાત કર્મચારીઓ સાથે ભારતે ઉપકરણો સાથે રાહત કાર્ય શરૂ છે. NDRF અધિકારીઓએ જણાવ્યું કે, “શનિવાર રાતે એક ટીમ સુરંગમાં ગઈ હતી. જ્યાં ઘણી માટી અને પાણી ભરાયેલું હતું. ટીબીએમ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અને તેના ટુકડા વેરવિખેર થઈ ગયા છે.” તેણે કહ્યું, “૧૩.૫ કિલોમીટર સુધી અમારી ટીમ પહોંચી ચૂકી છે, પરંતુ ત્યાં બે કિલોમીટર પાણી ભરેલું છે. ભારે મશીનો છેડા સુધી પહોંચી શક્તિ નથી. પાણી કાઢવાની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવી રહી છે.”