Last Updated on by Sampurna Samachar
શાળાએ જતી વખતે હુમલો આવ્યો
આ ઘટના શાળાની નજીક બની
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુના કિસ્સાઓ દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેલંગાણામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ ૧૦માં ભણતી ૧૬ વર્ષીય વિદ્યાર્થીની શ્રી નિધિનું હાર્ટએટેક (HERT ATTECK ) ના હુમલાથી મૃત્યુ નિપજ્યું હતું.
શ્રી નિધિ સ્કૂલે જતી વખતે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હુમલા પછી તરત જ શ્રી નિધિને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેમને બચાવી શકાઈ નહીં. મૃતકના પરિવારના સભ્યોનું કહેવું છે કે, શ્રી નિધિને છાતીમાં દુઃખાવો થયો હતો અને તે ઢળી પડી હતી. આ ઘટના શાળાની નજીક બની હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક શ્રી નિધિને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીને CPR આપવામાં આવ્યું હતું. પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો નહીં. આ પછી તેમને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આ ઘટનાને કારણે શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાથી બધા આશ્ચર્યચકિત છે કે ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીને હાર્ટ એટેક કેવી રીતે આવ્યો.