Last Updated on by Sampurna Samachar
દાદરા નગર હવેલીમાં ST ડ્રાઇવરે સર્જ્યો અકસ્માત
પોલીસે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
‘ST અમારી સલામત સવારી’ ના સ્લોગન સાથે ચાલતી બસે દાદરા નગરમાં બે લોકોના જીવ લીધા હોવાનુ સામે આવ્યુ છે.
મળતી માહિતી અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં બસ (BUS) ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોંગ સાઇડ પર ઘુસી ગઈ હતી. આ દરમિયાન બસે બે લોકોને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ગોજારા અકસ્માતમાં બે યુવકોનુ મોત
દાદરા નગર હવેલીમાં ST બસે સર્જેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. સેલવાસથી વાપી તરફ જઈ રહેલી આ બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોંગ સાઇડમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન સામેથી મોપેડ પર આવતાં બે લોકોને બસે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ ગોજારા અકસ્માતમાં લવાસાના બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. હાલ, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.