Last Updated on by Sampurna Samachar
ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધો હવામાં ફંગોળાયા
બંને વૃદ્ધો સ્કૂટર પર જઈ રહ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ચમારડી માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે સ્કૂટર સવાર બે વૃદ્ધોને જોરદાર ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, વલ્લભીપુર અને ચમારડી ગામ પાસે પસાર થઈ રહેલા સ્કૂટરને એક કાર ચાલકે અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે સ્કૂટર પર સવાર બંને વૃદ્ધો ફંગોળાયા હતા અને ગંભીર ઇજાઓ થવાને કારણે તેઓએ સ્થળ પર જ દમ તોડ્યો હતો.
અકસ્માતનો ભોગ બનનાર બંને મૃતકોની ઓળખ થઈ ગઈ
પોલીસ તપાસમાં અકસ્માતનો ભોગ બનનાર બંને મૃતકોની ઓળખ પ્રેમજીભાઈ જેરામભાઈ મુંજાણી (રહે. ચમારડી ગામ) અને કાંતિભાઈ કુંવરજીભાઈ જસાણી (રહે. ચમારડી ગામ) તરીકે થઇ છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્મોર્ટમ અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. પોસ્મોર્ટમની વિધિ પૂર્ણ થયા બાદ મૃતદેહોને તેમના પરિજનોને સોંપવામાં આવશે.