Last Updated on by Sampurna Samachar
આ યાદીમાં ભારતનું સ્થાન ૬૨માં નંબરે
GDP ના આધાર પર કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ નક્કી કરી શકાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વ બેન્ક દર વર્ષે સૌથી અમીર અને ગરીબ દેશોની યાદી જાહેર કરે છે.જ્યાં હાલમાં જ વર્લ્ડ બેન્કે GDP ના આધાર પર સૌથી અમીર અને ગરીબ દેશોની યાદી જાહેર કરી હતી. હકીકતમાં જોઈએ તો, GDP ના આધાર પર કોઈ પણ દેશની સરેરાશ પ્રતિ વ્યક્તિ આર્થિક સ્થિતિ વિશે જાણી શકાય છે. પ્રતિ વ્યક્તિ GDP જેટલી ઓછી હશે, દેશ એટલો જ ગરીબ હશે. દુનિયાના સૌથી ગરીબ દેશોને કેટલાય પડકારોનો સામનો કરવો પડે છે. જેમાં વૈશ્વિક સંઘર્ષ અને ભ્રષ્ટાચારથી લઈને આર્થિક અસ્થિરતા અને બીજું ઘણું સામેલ છે.
જેવી રીતે સૌથી અમીર દેશોની યાદી જોવી રસપ્રદ લાગે છે. એવી જ રીતે એ પણ જાણવાની ઉત્સુકતા છે કે સૌથી ગરીબ દેશ કયા છે? તો આજે એ દેશો વિશે વાત કરીએ જે દુનિયાના સૌથી ગરીબ કયા છે.
કયો દેશ કયા નંબર પર
* આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર દક્ષિણ સૂડાન, જેનો GDP $ ૪૫૫ છે.
* બીજા નંબર પર બુરાંડી છે. જેનો GDP $ ૯૧૬ છે.
* આ લિસ્ટમાં $ ૧,૧૨૩ GDP સાથે મધ્ય આફ્રિકી ગણરાજ્ય ત્રીજા નંબર પર છે.
* ચોથા નંબર પર કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય છે, જેનો GDP $ ૧,૫૫૨ છે.
* મોઝામ્બિક પાંચમા નંબર છે, તેનો GDP $ ૧,૬૪૯ છે.
* આ લિસ્ટમાં નાઈઝર પણ સામેલ છે. તે છઠ્ઠા નંબર પર છે. નાઈઝરનો GDP $ ૧,૬૭૫ છે.
* સાતમા નંબર પર મલાવી છે, મલાવીનો GDP $ ૧,૭૧૨ છે.
* લાઈબેરિયા આ લિસ્ટમાં ૮માં સ્થાન પર છે, જેનો GDP $ ૧,૮૮૨ છે
* મેડાગાસ્કર ૯મો સૌથી ગરીબ દેશ છે. જેનો GDP $ ૧,૯૭૯ છે.
* યમન આ લિસ્ટમાં ૧૦માં નંબર પર છે. જેનો GDP $ ૧,૯૯૬ છે
* પાકિસ્તાનનો GDP $ ૬,૯૫૫ છે અને તેની સાથે તે ૫૦માં સૌથી ગરીબ દેશમાં છે.
* આ યાદીમાં ભારતનું સ્થાન ૬૨માં નંબરે છે. ભારતનો GDP $ ૧૦,૧૨૩ છે.