Last Updated on by Sampurna Samachar
કારગિલ યુદ્ધ દરમિયાન દુશ્મનોના છક્કા છોડાવી નાખ્યા
ઘણાં મોટાં યુદ્ધોમાં ભાગ લીધો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મિગ ૨૧ સોવિયત યુનિયનનું બનાવવામાં આવેલું લડાકૂ વિમાન હતું. આ વિમાનને ૧૯૬૩માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ ભારતનું પહેલું એવું સુપસોનિક જેટ હતું જે અવાજની ગતિથી વધારે ફાસ્ટ ઉડતું હતુ એ સમયમાં આ વિમાન ભારતની હવાઇ તાકાતનું પ્રતીક હતુ.
૮૭૪ મિગ ૨૧ વિમાનોને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ ૬૦૦ જેટલાં તો વિમાનો ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યા હતા. મિગ-૨૧ એ ઘણાં મોટાં યુદ્ધોમાં ભાગ લીધો હતો.
મિગ ૨૧એ પહેલગામ આતંકી હુમલામાં આપ્યો જવાબ
૧૯૬૫ ભારત પાકિસ્તાન યુદ્ધ પહેલી વખત આ વિમાને યુધ્ધમાં ભાગ લીધો અને પાકિસ્તાની વિમાનોને ટક્કર આપી. પૂર્વી પાકિસ્તાન જેને હાલનું બાંગ્લાદેશ કહેવાય છે. તેની આઝાદીમાં મિગ-૨૧ એ ખાસ ભૂમિકા નિભાવી હતી.૧૯૯૯ કારગિલ યુદ્ધ: આ વિમાને કારગિલ યુદ્ધ દરમિયાન દુશ્મનોના છક્કા છોડાવી નાખ્યા એ સમયે પાયલોટે આ વિમાન દ્વારા સામાન્ય GPS દ્વારા જ હુમલાઓ કર્યા અને અંતે યુદ્ધ જીત્યા.
૨૦૧૯ બાલાકોટ હુમલો: મિગ-૨૧ બાઇસને પાકિસ્તાની ક-૧૬ને તોડી પાડ્યું હતું. કેપ્ટન અંભિનંદને આ મિગ-૨૧ ઉડાવી રહ્યા હતા. ૨૦૨૫ ઓપરેશન સિંદૂર ખાસ મહત્વનું જેમાં મિગ ૨૧એ છેલ્લી વખત પોતાની વિશેષતા બતાવી પહેલગામ આતંકી હુમલાનો જોરદાર જવાબ આપ્યો.અને હવે આ વિમાન વિદાય લેવા જઇ રહ્યું છે.
મિગ ૨૧ ની વિશેષતાઓ
મિગ ૨૧ બાઇસનમાં ખાસ ટ્રેક રડાર લગાયેલી છે જે રડાર ગાઇડેડ મિસાલઇલોનો માર્ગ નક્કી કરે છે.
બીવીઆર ટેકનિક સાથે વિમાનને તૈયાર કરાયુ જેમાં દૂર દેખાતી મિસાઇલોને પણ તોડી પાડવાની ક્ષમતા ધરાવનાર છે.
મિગ-૨૧ની લંબાઇ ૧૫.૭૬ મીટર અને પહોળાઇ ૫.૧૫ મીટર, વગર હથિયારે તેનું વજન ૫૨૦૦ કિલોનું, લોડ બાદ ૮,૦૦૦ વજન સાથે ઉડાન ભરતુ.
૧૮,૦૦૦ મીટરની ઉંચાઇ સુધી ઉડી શકે છે
તેની મહત્તમ ગતિ ૨,૨૩૦ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે ૧,૨૦૪ નોટ સુધીની હોઈ શકે છે.