Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી સંજય બંદી કુમારે આપી માહિતી
૭.૮૧ લાખથી વધુ સિમ કાર્ડ અને ૨ લાખ IMEI નંબર બ્લોક કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમગ્ર દેશમાં હાલ ડિજિટલ અરેસ્ટના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેમાં કેટલાય લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. જેથી સરકાર પણ તેનાથી ચિંતિત છે. જોવા જોઇએ તો છેલ્લા કેટલાક મહિનામાં ડિજિટલ અરેસ્ટ કરનારાઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.
મળતા અહેવાલો અનુસાર સરકારે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે ૩,૯૬૨ થી વધુ સ્કાઈપ આઈડી અને ૮૩ હજાર ૬૬૮ વોટ્સએપ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. આ ID નો ઉપયોગ કરીને ડિજિટલ અરેસ્ટનો ગુનો આચરી રહ્યા છે. આ અંગે માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી સંજય બંદી કુમારે આપી છે. આ સિવાય ૨૮ ફેબ્રુઆરી સુધી ૭.૮૧ લાખથી વધુ સિમ કાર્ડ અને ૨ લાખ ૮ હજાર ૪૬૯ IMEI નંબર બ્લોક કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફોન કરીને ડિજિટલ અરેસ્ટ અંગેની ફરિયાદ કરી શકાય છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને વિવિધ ભાષામાં કોલરટ્યુન બનાવી
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે એકાઉન્ટ્સને બ્લોક કરવામાં આવ્યા છે. તેનો ઉપયોગ છેતરપિંડી માટે કરવામાં આવી રહ્યો છે. આ એક નોંધપાત્ર સફળતા છે, પરંતુ હજુ ઘણું કરવાની જરૂર છે. સરકાર દ્વારા આવા એકાઉન્ટ પર નજર રાખવામાં આવી રહી છે અને તે એક પછી એક બ્લોક કરવામાં આવી રહ્યા છે.
સરકાર એવા મોબાઈલ નંબરો સામે પણ કાર્યવાહી કરી રહી છે જે આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ૨૮ ફેબ્રુઆરી સુધી ૭.૮૧ લાખથી વધુ સિમ કાર્ડ અને ૨ લાખ ૮ હજાર ૪૬૯ IMEI નંબર બ્લોક કરવામાં આવ્યા છે.
પોલીસ ડિજિટલ અરેસ્ટના કેસોની તપાસ કરે છે. જ્યારે તેને તેમાં સામેલ કોઈપણ મોબાઈલ નંબર, વોટ્સએપ એકાઉન્ટ અથવા સ્કાઈપ આઈડી મળે છે, તો તેની માહિતી સરકાર સાથે શેર કરવામાં આવે છે. તે પછી નંબર અને ID બ્લોક કરી દેવામાં આવે છે, જેથી કરીને અન્ય કોઈ છેતરપિંડીનો શિકાર ન બને.
સોશિયલ મીડિયાની મદદથી ડિજિટલ અરેસ્ટ દ્વારા છેતરપિંડી થઈ રહી છે. અને ઘણા મહિનાઓથી લોકોને પરેશાન કરી પૈસા પડાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ગુનામાં ગુનેગાર પોતાને સરકારી અધિકારી તરીકે રજૂ કરે છે. તે વીડિયો કોલ કરીને પીડિતાને તેના જ ઘરમાં બંદી બનાવવાનો પ્રયાસ કરે છે. પીડિતને એવું વિચારીને ફસાવવામાં આવે છે કે તેનો કોઈ સંબંધી મુશ્કેલીમાં છે અથવા તેનો મોબાઈલ નંબર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાય છે. ડિજિટલ અરેસ્ટ બાદ પીડિતા પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે.
ડિજિટલ અરેસ્ટના વધતા જતા મામલાઓને ધ્યાનમાં રાખીને સરકારે અનેક પગલાં લીધા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન વિવિધ ભાષાઓમાં કોલર ટ્યુન સાથે એક અભિયાન ચલાવી રહ્યું છે જેથી કરીને લોકો ડિજિટલ અરેસ્ટની જાળમાં ન ફસાય. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જો કોઈ તેમને સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરીને ફોન કરે છે અને પૈસાની માંગણી કરે છે, તો તેઓ તેમની ડિજિટલી અરેસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે.