Last Updated on by Sampurna Samachar
ચમોલી હિમસ્ખલનમાં ૪ કામદાર હજુ પણ લાપત્તા હોવાની માહિતી
મુખ્યમંત્રીએ હિમપ્રપાત પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ (UTTRAJHAND) ના ચમોલી જિલ્લામાં હિમપ્રપાતગ્રસ્ત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન માટે એક MI -૧૭ હેલિકોપ્ટર ડ્રોન આધારિત ઇન્ટેલિજન્ટ બરીડ ઑબ્જેક્ટ ડિટેક્શન સિસ્ટમને એરલિફ્ટ કરવા માટે તૈયાર છે. જોશીમઠના માના ગામ પાસે BRO કેમ્પમાં થયેલા હિમસ્ખલન બાદ વાયુસેનાના ચિતા હેલિકોપ્ટર ચમોલીના માણા વિસ્તારમાં બચાવ કામગીરીમાં લાગ્યા હતા.
ઉત્તરાખંડ રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમને કહ્યું, “હવામાન અમારી તરફેણમાં છે. કુલ ૫૪ (BRO કર્મચારીઓ) ગુમ થયા હતા, ૫૦ ને બચાવી લેવામાં આવ્યા છે “ચાર લોકો હજુ પણ ગુમ છે, અને શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે, અને અમને આશા છે કે અમે તેમને ટૂંક સમયમાં શોધી લઈશું.” ઇજાગ્રસ્ત બીઆરઓ કર્મચારીઓને વધુ સારવાર માટે જોશીમઠ આર્મી હોસ્પિટલ માટે એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
SDRF ની ટીમ રેસ્ક્યુ કામમાં લાગી
હિમપ્રપાત બાદ બરફમાં ફસાયેલા બાકીના કામદારોને શોધવા માટે SDRF ની ટીમ વિક્ટિમ લોકેટિંગ અને થર્મલ ઇમેજ કેમેરા સાથે રવાના થઈ હતી. પોલીસ મહાનિરીક્ષક, SDRF રિદ્ધિમા અગ્રવાલની સૂચના અનુસાર, SDRF ની નિષ્ણાત ટીમને માણા હિમસ્ખલન દરમિયાન ગુમ થયેલા કામદારોને શોધવા માટે વિક્ટિમ લોકેટિંગ કેમેરા (VLC) અને થર્મલ ઈમેજ કેમેરા સાથે સહસ્ત્રધારાથી હેલિકોપ્ટર મારફતે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સાધનસામગ્રી (વિક્ટિમ લોકેટિંગ કેમેરા (VLC) અને થર્મલ ઈમેજ કેમેરાની મદદથી શોધ કરવામાં આવશે.
ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ શનિવારે જણાવ્યું હતું કે બચાવ કરાયેલા ૨૪ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) કામદારોની જોશીમઠમાં સારવાર ચાલી રહી છે, જ્યારે એક વ્યક્તિને કરોડરજ્જુમાં ઈજા થતાં એર એમ્બ્યુલન્સ મારફતે AIIMS ઋષિકેશ મોકલવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ હિમપ્રપાત પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આર્મી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કર્મચારીઓને મળ્યા હતા અને તેમની ખબર-અંતર પૂછ્યા હતા.