Last Updated on by Sampurna Samachar
આઈ. પી. ગૌતમ ૧૯૮૬ ની બેન્ચના ઓફિસર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે આઈ. પી. ગૌતમને પદ સોંપાયુ છે. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યાં છે. આઈ. પી. ગૌતમ ૧૯૮૬ ની બેન્ચના ઓફિસર છે. હવે આઈ. પી. ગૌતમ સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે ૨ વર્ષ સુધી સેવારત રહેશે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે આઈ. પી. ગૌતમની નિમણુક કરવામાં આવી છે. જેમાં હવે ૨ વર્ષ સુધી સેવા આપશે. શહેરી વિકાસ પ્રોજેક્ટ ક્ષેત્રમાં આઈ. પી. ગૌતમની કામગીરીને લઈને તેઓ વધુ જાણીતા છે. તેમણે નિવૃત વહીવટી અધિકાર છે અને લોકપાલના ભૂતપૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે. જ્યારે આઈ. પી. ગૌતમ મેટ્રો રેલવેના ચેરમેન તરીકે સેવા આપી છે.