Last Updated on by Sampurna Samachar
ગુરુગ્રામમાં આવેલા તેના ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
RJ સિમરનનું ગુરુગ્રામમાં મોત થઈ ગયું હોવાના મોતના સમાચાર આવતા ચારે તરફ શોકનો માહોલ છવાઈ ગયો છે. સૂચના મળ્યા બાદ ગુરુગ્રામ પોલીસ તપાસમાં લાગી ગઈ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર ૬ લાખથી વધારે ફોલોઅર્સ છે. તે પહેલા એક ફેમસ રેડિયો જોકી રહી ચૂકી છે. હાલમાં તે ફ્રીલાન્સર હોવાનું કહેવાતું હતું.
જાણકારી અનુસાર, તેનું મોત તેના જ ફ્લેટમાં થયું છે. શરૂઆત તપાસમાં આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. તેની લાશ ફાંસીના ફંદે લટકતી જોવા મળી હતી. હાલમાં તેના મૃતદેહને પરિવારને સોંપી દેવામાં આવી હતી. તે જમ્મુની રહેવાસી હતી. તે તેના એક મિત્ર સાથે અહીં રહેતી હતી. તેણે જ પોલીસને સૂચના આપી હતી. સેક્ટર ૪૭માં પોતાના જ ફ્લેટમાંથી તેની લાશ મળી છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. મોત પાછળનું કારણ પોલીસ જાણવામાં લાગેલી છે. RJ સિમરન રેડિયોની દુનિયાનું ફેમસ નામ હતી. તેના અવાજના લોકો દિવાના હતા અને તેણે ફેન્સના દિલોમાં ખાસ જગ્યા બનાવી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હતી.
તેના મોતના સમાચાર સામે આવતા જ લોકો ઈન્સ્ટાગ્રામ પર તેને શોધવા લાગ્યા, હાલમાં તેની અંતિમ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એક વીડિયો છે, જેમાં તે પોતાના વિચાર પંજાબીમાં શેર કરતી દેખાઈ રહી છે. વીડિયોમાં RJ સિમરન કહે છે કે, તૂ અચ્છા લગતા હૈ પર કહેતી નહીં, તેરી બાતો પર ભી ખૂબ હંસી આતી હૈ, લેકિન જાનકર હંસતી નહીં, મેરે પર ચાંસ મારને કી જરુર નહીં હૈ. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ જોઈ તેના ચાહનારા લોકો ખૂબ ભાવુક થઈ રહ્યા છે. ફેન્સ તેનો વીડિયો જોઈ તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.