રિસર્ચમાં ખુલાસો થયો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

જો  તમે સ્માર્ટફોન પર કલાકો સુધી સમય પસાર કરતા હો તો તમારે સમયસર ચેતી જવાની જરૂર છે. એકસમયે માત્ર ફોન કરવાના હેતુથી વપરાતો મોબાઈલ ફોન આજે એટલો સ્માર્ટ બની ગયો છે કે તે હવે એક દર્પણઅને સાથીની જેમ કામ કરે છે.

ઘણીવાર તે તમારી ટીકા પણ કરે છે. જેના કારણે તમારા ખાનપાન પર અને તમારી જાતને મૂલવવાની રીત પરઅસર થાય છે. સ્માર્ટફોનની લતને કારણે લોકોમાં હવે ફૂડ એડિક્શન સહિતની ભોજન સાથે જાેડાયેલીસમસ્યાઓ વધવા લાગી છે.

પબમેડ અને એમ્બેઝ નામના ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો

જર્નલ ઓફ મેડિકલ ઇન્ટરનેટ રિસર્ચમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યા અનુસાર સ્માર્ટફોનના અયોગ્ય ઉપયોગઅને ખાનપાનની સમસ્યાઓના લક્ષણો વચ્ચે સ્પષ્ટ કડી રહેલી છે. ખાનપાનની સમસ્યાઓમાં શરીર બાબતેઅસંતોષ, લાગણીશીલ બની જવું અને ખાવાની લત પડવાની સમસ્યાનો સમાવેશ થાય છે. ૫૨,૦૦૦ યુવાનોનેઆવરી લેતો અભ્યાસ કરવા માટે પબમેડ અને એમ્બેઝ નામના ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિવિધ દેશો અને વિવિધ વયજૂથના લોકોમાં સમસ્યા એકસમાન જણાઈ છે. અભ્યાસ અનુસાર જેલોકો તેમના સ્માર્ટફોન પર વધારે સમય ગાળતા હોય અને ટેવવશ અયોગ્ય રીતે સ્માર્ટફોનનો ઉપયોગ કરતાંહોય તેઓ તેમના શરીર બાબતે નકારાત્મક લાગણી અનુભવે છે અને તેમનું ખાનપાન અવ્યવસ્થિત બની જાયછે. લાગણીનો સંઘર્ષ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સતત તંગદિલી અનુભવવી, મૂડ ઉખડેલો રહેવો અનેલાગણીઓ પર કાબૂ રહેવો જેવી સમસ્યાઓ વધારે પડતાં ફોનના ઉપયોગ અને ખાવાની સમસ્યાઓને  છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે મૂડમાં ફેરફાર થાય છે તેની સીધી અસર દૈનિક ભોજન પર થાયછે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.