આ મોતોનું મુખ્ય કારણ ટેરેટોરિયલ ફાઈટ
(સંપૂર્ણ સમાચાર સેવા )
રણથંભોર નેશનલ પાર્ક, જે વાઘ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે, છેલ્લા ૨ વર્ષથી વાઘોના મૃત્યુના કારણે ચર્ચાંમાં છે. ૨૦૨૩થી લઈને ૨૦૨૪ સુધી આ પાર્કમાં ૧૬ વાઘ, વાઘણ અને શાવકના મોત થઈ ચૂક્યા છે. આ મોતોનું મુખ્ય કારણ ટેરેટોરિયલ ફાઈટ રહ્યું છે. જે વાઘની ટેરેટરી અને વાઘણ માટે હોય છે.
રણથંભૌરમાં વાઘની સંખ્યામાં સતત વૃદ્ધિ થઈ રહી છે પરંતુ આ વૃદ્ધિની સાથે વાઘોની વચ્ચે સંઘર્ષ વધી રહ્યોં છે, જેમ જ નવો શાવક પોતાની માતાથી અલગ થઈને નવી ટેરેટરી બનાવે છે, તે પહેલાથી જ રહી રહેલા વાઘ સાથે ટકરાય છે. આ પ્રકારના સંઘર્ષમાં નબળા વાઘનો જીવ જતો રહે છે.
૨૦૨૩ અને ૨૦૨૪માં મોટા ભાગના મોત ટેરેટોરિયલ ફાઈટના કારણે થયા છે. ૨૦૨૩માં જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી ૮ વાઘ, વાઘણ અને શાવક મરી ગયા હતા, ૨૦૨૪ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી કૂલ ૮ વાઘ અને વાઘણોના મોત થઈ ગયા. આમાંથી કેટલાક વાઘનું ઓવરડોઝના કારણે, કેટલાકનું માદા માટે સંઘર્ષ દરમિયાન અને કેટલાકનું ટેરેટોરિયલ ફાઈટમાં મોત થયું હતું. આ મુશ્કેલીનું સમાધાન કરવા માટે એક્સપર્ટની સલાહ છે કે રાજ્ય સરકાર અને વિભાગે રણથંભૌરમાં નવા ગ્રાસલેન્ડ વિકસિત કરવા જોઈએ. જેથી વાઘને વધારે જગ્યા મળે આ સિવાય બીજી કોઈ જગ્યાએ શીફ્ટ પણ કરી શકાય છે.