Last Updated on by Sampurna Samachar
અચાનક છાતીમાં દુખાવો થયોને બાળક બેભાન થઇ ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, જસદણ તાલુકાના જંગવડ ગામમાં ૧૧ વર્ષના બાળકને હાર્ટ એટેક આવતાં બાળકનું મૃત્યુ નિપજ્યુ હતું. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
માહિતી અનુસાર જંગવડ ગામમાં પાંચમા ધોરણમાં ભણતા બાળકને અચાનક છાતીમાં દુખાવો થયો. દુખાવો વધવાથી માસૂમ બાળક બેભાન થઈ ગયું જેથી પરિવારના સભ્યો તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.
અગાઉ, ૧૧ વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત થયાના બનાવના સમાચાર સામે આવ્યા હતા. અમદાવાદની શાળામાં બાળકી અચાનક ઢળી પડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક કિસ્સામાં શાહીબાગમાં રાજસ્થાન વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું.