Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાની મહિલા એજન્ટના સંપકર્માં હતો કર્મચારી
કર્મચારીની લાંબી પૂછપરછ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના ગુપ્તચર વિભાગે પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં એક રેલવે કમર્ચારીની ધરપકડ કરી છે. બીકાનેર જિલ્લાના સામરિક તરીકે મહત્વપૂર્ણ મહાજન રેલવે સ્ટેશન પર તૈનાત પોઈન્ટમેન ભવાની સિંહની ગતિવિધિ સંદિગ્ધ જોવા મળી હતી.
મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જ, ભારતીય સેનાનો એક ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. આ વિસ્તારમાં સૈન્યકર્મી અને સેનાના તમામ પ્રકારના સામાનની અવરજવર મહાજન રેલવે સ્ટેશનના માધ્યમથી થાય છે. , ભવાની સિંહ એક પાકિસ્તાની મહિલા એજન્ટના સંપકર્માં હતો અને હનીટ્રેપ અને નાણાકીય લાલચના કારણે તે સોશિયલ મીડિયા દ્વારા તેને મહાજન રેલવે સ્ટેશન પર સેનાની ગતિવિધિઓની સંવેદનશીલ જાણકારી શેર કરી રહ્યો હતો.
મહાજન રેલવે સ્ટેશન ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક
તેના બદલામાં તેને ISI દ્વારા પૈસા મળતા હતા. વિવિધ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જયપુરમાં સંયુક્ત પૂછપરછ કેન્દ્રમાં પૂછપરછ બાદ ભવાની સિંહ વિરુદ્ધ સત્તાવાર ગુપ્તતા અધિનિયમ ૧૯૨૩ અંતર્ગત ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે. મહાજન રેલવે સ્ટેશન ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક છે. સંયુક્ત પૂછપરછ કેન્દ્રમાં રેલવે કમર્ચારી ભવાની સિંહ સાથે તપાસ એજન્સીએ લાંબી પૂછપરછ કરી હતી.
ગત મહિને બીકાનેરના મહાજન ફળિયાના રહેવાસી ઈ-મિત્ર સંચાલક દીપકને CID એ ધરપકડમાં લઈને ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. પણ તેની કોઈ ભૂમિકા સામે ન આવતા તેને છોડી મુકવામાં આવ્યો હતો. CID જયપુરની ટીમે IT સેલથી ઇનપુટ મળતા કાયર્વાહી કરી હતી. તો વળી, IB ની સ્થાનિક ટીમની મદદથી મહાજન રેલવે સ્ટેશનથી ભવાની સિંહ રેલવે પોઈન્ટમેન નિવાસી ઝુંઝુનૂને કબજામાં લઈ CID ની ટીમ તેને લુણકરણસર લઈ ગયા.