Last Updated on by Sampurna Samachar
વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે નિમિત્તે અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી માટે આવશે
સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત થઇ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેમાં તે આગામી મહિનામાં બે વખત ગુજરાતના પ્રવાસે આવશે. મહિનાની શરૂઆતમાં ૩ માર્ચ અને ત્યારબાદ ૭ અને ૮ માર્ચે તેઓ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે.
૩જી માર્ચ દરમિયાન સાસણમાં યોજાનારી નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં ભાગ લેવા તેઓ આવવાના છે. જ્યારે ૭ અને ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસ સહિતની ઉજવણી માટે તેઓ સુરત અને નવસારીની મુલાકાત લેશે.
ગીર અને સોમનાથની મુલાકાત કરશે
વડાપ્રધાન મોદી (MODI) માર્ચ મહિનાની શરૂઆતમાં ૩ માર્ચ તથા તે પછી ૭ અને ૮ માર્ચે તેઓ ગુજરાતમાં બે અલગ-અલગ વિસ્તારમાં જશે. વડાપ્રધાન વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે. તેઓ ૨ માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ કરનાર છે.
૩ માર્ચે વિશ્વ વન્યસૃષ્ટિ દિવસ છે અને તે દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોદ્દાની રૂએ નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના અધ્યક્ષ હોવાથી બેઠકમાં ભાગ લેવા સાસણ આવશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.
જ્યારે ૭ અને ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસ સહિતની ઉજવણી માટે તેઓ સુરત અને નવસારીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ૭ માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ બીજા દિવસે ૮ માર્ચે નવસારીમાં વડાપ્રધાન મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે.