Last Updated on by Sampurna Samachar
દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર–એ–તૈયબાનો આતંકવાદી
આ આતંકી બાંગ્લાદેશમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઈશારે લશ્કરનું નવું મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરક્ષા એજન્સીઓએ દિલ્હી બોર્ડર પરથી લશ્કર–એ–તૈયબાના આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડકરવામાં મોટી સફળતા મેળવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ આતંકી બાંગ્લાદેશમાં રહીને પાકિસ્તાનીગુપ્તચર એજન્સી ઈશારે લશ્કરનું નવું મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો.

દિલ્હી પોલીસ અને સુરક્ષાદળોએ મળેલી ગુપ્ત માહિતીના આધારે જાળ બિછાવીને તેને દિલ્હી બોર્ડર પરથી દબોચી લીધો છે. તે ભારતવિરોધી પ્રવૃત્તિઓ કરવાના મિશન પર હતો. હાલ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે કે દિલ્હી અને તેનીઆસપાસના વિસ્તારોમાં તેના અન્ય કેટલા સાથીઓ છુપાયેલા છે.
ભારત વિરોધી ઓપરેશન હેન્ડલ કરવા લાગ્યો હતો
શબ્બીર અહમદ લોન સુરક્ષા એજન્સીઓ માટે નવું નામ નથી. આ અગાઉ વર્ષ ૨૦૦૭માં દિલ્હી પોલીસનીસ્પેશિયલ સેલે તેને છદ્ભ–૪૭ અને ગ્રેનેડ જેવા ઘાતક હથિયારો સાથે પકડ્યો હતો. તે સમયે પણ તેના તાર સીધાહાફિઝ સઈદ સાથે જાેડાયેલા હતા. આ ગુનામાં તે વર્ષ ૨૦૧૮ સુધી દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી ચૂક્યોછે. જેલમાંથી બહાર આવ્યા બાદ તે ફરી સક્રિય થયો હતો અને બાંગ્લાદેશને પોતાનું નવું ઠેકાણું બનાવીને ભારત વિરોધી ઓપરેશન હેન્ડલ કરવા લાગ્યો હતો.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અનેદક્ષિણ ભારતમાંથી લશ્કરના અન્ય મોડ્યુલનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ મોડ્યુલે દિલ્હી અનેકોલકાતામાં અનેક જગ્યાએ ભારત વિરોધી પોસ્ટરો પણ લગાવ્યા હતા. આ આતંકીની ધરપકડથી દિલ્હીપોલીસ અને કેન્દ્રીય એજન્સીઓને મોટી સફળતા મળી છે અને સંભવિત આતંકી ષડયંત્રોનો પર્દાફાશ થવાનીશક્યતા છે.