Last Updated on by Sampurna Samachar
ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત પ્રજાની સમસ્યા નિવારવા તંત્રએ ૧૦૦૦ જેટલા દબાણો હટાવ્યાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાલનપુરમાં શહેર અને હાઇવે પર વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને આર એન બી નગરપાલિકા અને એન.એચ.આઈએ દબાણ ઝુંબેશ હાથ ધરી હતી એક હજારથી વધુ થયેલા દબાણો હટાવવા માટે અલગ અલગ વિસ્તારમાં તંત્રની ત્રણ ટીમો કામે લાગી છે. જોકે એક તરફ ટ્રાફિકની સમસ્યાને લઈને પાલનપુરના જાગૃત નાગરિકોએ બાયપાસ બનાવવા માટે ધરણા શરૂ કરી દીધા છે તો બીજી તરફ નાગરિકો માની રહ્યા છે કે દબાણ માત્ર નાટક છે આવતીકાલે પાછી પરિસ્થિતિ યથાવત હશે.
પાલનપુર શહેરમાં ટ્રાફિકની પરિસ્થિતિને લઈને છેલ્લા પાંચ વર્ષથી પ્રજા પીડાઈ રહી છે ત્યારે અનેક લોકો હેરાન થાય છે અનેક વાહનચાલકો કલાક સુધી હેરાન થાય છે ત્યારે કલેકટરના આદેશ બાદ એન એચ આઈ પાલિકા અને આર એન બીની ટીમોએ આજે દબાણની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુરના એરોમા સર્કલથી કોજી વિસ્તાર અને પાલનપુરના એરોમાં સર્કલથી હનુમાન ટેકરી વિસ્તાર સુધીમાં ૧,૦૦૦ થી વધુ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. આ દબાણોને કારણે થતો ટ્રાફિક જેને કારણે પ્રજા પરેશાન થઈ રહી છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા માટે દબાણ ઝુંબેશ હાથ ધરી છે.
ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત અને અન્ય કોઈ રસ્તા પર વાહનોનું ડાયવર્ઝન હોવાથી બાયપાસ એ એક માત્ર વિકલ્પ છે જેને લઈને પાલનપુરના નાગરિકો પણ ધરણા પર બેસી ગયા છે અને બાયપાસનું કામ જલ્દી પૂરું કરવા માંગ કરી છે તો બીજી તરફ શહેરના નાગરિકોનું માનવું છે કે આ દબાણનું નાટક પાંચમી વાર ભજવાયું છે નાના ગરીબોના દબાણ હટાવાય છે ત્યારે પાકા કરેલા દબાણો ને હટાવતા નથી અને જેને લઈને ટ્રાફિક સમસ્યા છે જાેકે આજે દબાણ હટાવ્યા છે એક બે દિવસ પછી પરિસ્થિતિ યથાવત થઈ જશે અને આ દબાણ હવે ફરીથી ન થાય તેવી તંત્ર પાસે માગણી છે.
પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે પાલનપુરના જાગૃત નાગરિકો કલેક્ટર કચેરી બહાર ધારણા પર બેઠા છે ત્યારે ઘરના પર બેઠેલા જે નાગરિકો છે તે જણાવી રહ્યા છે કે પાલનપુરમાં ઓવરબ્રિજ અથવા તો અંડરપાસ કરવામાં આવે તો જ ટ્રાફિકની સમસ્યા અનિવારી શકાય છે અને જે બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે તે બાયપાસને કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે પાલનપુરની પ્રજાને ટ્રાફિક માંથી છુટકારો મળશે.
પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા ઓવરબ્રિજ બનાવવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પોસ્ટકાર્ડ લખવાની શરૂઆત પણ કરવામાં આવી છે અને પાલનપુરને નવીન ઓવરબ્રિજ મંજુર કરવામા આવે તેવી માંગ કરી છે.