Last Updated on by Sampurna Samachar
આ વાત સાંભળી છાત્રાના માતા-પિતાની પગ નીચેથી જમીન સરકી ગઇ
તપાસ બાદ ખુલાસો થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશાના માલકાનગિરી જિલ્લાના ચિત્રકોંડા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી ધોરણ ૧૦ ની વિદ્યાર્થિનીએ પુત્રને જન્મ આપ્યો છે. ઘટના પ્રમાણે સ્થાનીક વિદ્યાલયની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી છાત્રા વર્તમાનમાં ધોરણ ૧૦ ની પરીક્ષા આપી રહી છે.
છાત્રાના પિતા અનુસાર સ્કૂલના એક શિક્ષકે ફોન કર્યો અને કહ્યું કે તમારી દીકરી જોવા મળી રહી નથી. તેમણે તત્કાલ સ્કૂલ પહોંચવાનું કહ્યું. માતા-પિતા સ્કૂલ પહોંચ્યા અને બાળકી વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે મોટી ઘટના થઈ છે. તમારી દીકરીએ એક બાળકને જન્મ આપ્યો છે. આ સાંભળી માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પરિવારે તંત્ર પાસે તપાસની માંગ કરી
તેમણે મેડિકલ પહોંચી બાળકી અને તેના પુત્રને જોયા. પિતા પ્રમાણે તેમની દીકરી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. મેં પરીક્ષા પહેલા મારી દીકરી સાથે વાત કરી હતી. આ વિશે બાળકીએ કંઈ જણાવ્યું નહીં અને અમને કોઈ જાણકારી મળી નહીં. પરિવારે તંત્ર પાસે તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ કઈ રીતે થયું અમને ખબર નથી.
સ્કૂલના અધિકારીઓને આખરે કઈ રીતે છાત્રા ગર્ભવતી હોવા વિશે ખબર ન પડી તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. ત્યારે કઈ રીતે કોઈ જાણકારી ન મળી તેના પર સવાલો ઉઠી રહ્યાં છે. તો સ્કૂલના મુખ્ય શિક્ષકે દાવો કર્યો કે આ છાત્રા સ્કૂલે આવતી નહોતી. હવે આ ઘટનામાં સત્ય શું છે તે તો તપાસ થયા બાદ સામે આવશે.