NSA અજિત ડોભાલની ચીનની યાત્રા ફળી
આ યાત્રા છેલ્લા પાંચ વર્ષથી હતી બંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ચીનની વચ્ચે સંબંધ સતત સુધરી રહ્યા હોય તેવા સંકેત મળ્યા છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધને જોતા એશિયાની બે મહાશક્તિઓની વચ્ચે સંબંધોમાં સુધાર આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલમાં ચીનની યાત્રા પર છે. તેઓ સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ લેવલની વાર્તામાં ભાગ લેવા માટે બેઇજિંગમાં છે. અજિત ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી. આ દરમ્યાન ૬ મુદ્દા પર સહમતિ બની છે. ડોભાલની યાત્રાનો સૌથી મોટો પાર્ટ કૈલાશ માનસરોવર સુધી કોઈ પણ અડચણ વિના યાત્રા કરવા પર સહમતિ બનવાનો છે. આપને જણાવી દઈએ કે, ડોકલામ અથડામણ બાદ ચીને કૈલાશ માનસરોવર યાત્રાને રોકી દીધી હતી. હિન્દુ શિવ ભક્તો માટે આ યાત્રા હજુ સુધી ફરીથી ચાલુ થઈ શકી નહોતી. ડોભાલ અને વાંગ યીની વચ્ચે વાતચીત બાદ પવિત્ર યાત્રાનો માર્ગ ફરી એક વાર ખુલવાની સંભાવના વધી ગઈ છે.
NSA અજિત ડોભાલે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે પણ મુલાકાત કરી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા પાંચ વર્ષથી ભારત અને ચીનની વચ્ચે સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ લેવલની વાતચીત અટકાઈ ગઈ હતી. ડોકલામમાં બંને દેશ વચ્ચે સહમતિ બન્યા બાદ હવે દ્વિપક્ષીય સંબંધોમાં વર્ષોથી જામેલો બરફ પીગળવા લાગ્યો છે. NSA અજિત ડોભાલની તાજેતરની બેઈજિંગ મુલાકાત દરમ્યાન વિવિધ મુદ્દા પર સહમતિ બની તેનું ઉદાહરણ છે.
NSA અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે ૧૮ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ મુલાકાત થઈ હતી. આ દરમ્યાન કઝાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ વચ્ચે જે મુદ્દા પર સહમતિ બની હતી, તેના પર વ્યાપક વિચાર-વિમર્શ થયો. ભારત-ચીન સરહદને લઈને પણ સકારાત્મક વાતચીત થઈ છે. આ દરમ્યાન બંને પક્ષો વચ્ચે ૬ મુદ્દા પર સહમતિ બની છે. NSA અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે કેટલાય મુદ્દા પર સહમતિ બની છે. અન્ય મુદ્દાની સાથે જ કૈલાશ માનસરોવર યાત્રાને ભારતીય તીર્થયાત્રીઓ માટે ખોલવા પર પણ એકમત થઈ ગયો છે. બંને પક્ષોએ સરહદ પર આવાગમન અને સહયોગને વધારે મજબૂત કરવા પર વાતચીત કરી અને તેના પર અમલ કરવાની સહમતિ વ્યક્ત કરી. તિબ્બતમાં આવેલ ધર્મસ્થળ માટે તીર્થયાત્રાને ફરીથી શરૂ કરવા અને તેને પ્રોત્સાહન આપવા પર પણ સહમતિ બની છે. આપને જણાવી દઈએ કે, કૈલાશ માનસરોવર યાત્રા તિબ્બત વિસ્તારમાં જ આવેલી છે. આ યાત્રા છેલ્લા પાંચ વર્ષથી બંધ છે.