જાન્યુઆરીમાં ૧૫ દિવસ બંધ રહેશે બેંક
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવા વર્ષને શરૂ થવાને બસ હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ લોકો નવા વર્ષને આવકારવા માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. વર્ષ ૨૦૨૫ના પહેલા જ મહિને એટલે કે જાન્યુઆરીમાં જો તમારે બેન્કના કોઈ કામ હોય તો બને તેટલું ઝડપથી પૂરું કરી લેજો. કેમ કે આ મહિનામાં એટલી વધારે રજાઓ આવી રહી છે કે તમારા કામ અટકી પણ શકે છે. જાન્યુઆરીમાં કેટલા દિવસ બેન્કમાં રજા રહેશે તેનું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે. આવું એટલા માટે કે જાન્યુઆરી ૨૦૨૫માં અઠવાડિયાની રજા સિવાય રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓને કારણે બેન્કોમાં ૧૫ દિવસ સુધી રજા રહેશે. બેન્કમાં મહિનાના દર રવિવાર અને બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. આ સાથે તહેવાર અને કેટલાક ખાસ દિવસોએ બેન્કમાં રજા રહેશે.
બેન્કમાં રજાનું લિસ્ટ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવતું હોય છે. તેમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓનું લિસ્ટ આપવામાં આવતું હોય છે. રાષ્ટ્રીય રજાઓમાં દેશભરની બેન્કમાં રજાઓ હોય છે. જ્યારે પ્રાદેશિક રજાઓમાં રાજ્ય અથવા સંબંધિત વિસ્તારમાં જ બેન્કમાં રજા હોય છે. જોકે ધ્યાન આપવા જેવા વાત એ છે કે જાન્યુઆરી ૨૦૨૫ માં પૂરા દેશમાં ૧૫ દિવસ બેન્ક બંધ રહેશે. સંપૂર્ણ દેશમાં બેન્ક માત્ર રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓમાં જ બંધ રહેશે.
૧ જાન્યુઆરી ૨૦૨૫: બુધવારે નવા વર્ષના દિવસે દેશભરમાં બેન્કો બંધ રહેશે.
૬ જાન્યુઆરી ૨૦૨૫: ગુરુ ગોવિંદ સિંહ જયંતિ નિમિત્તે પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં સોમવારે બેંકો બંધ રહેશે.
૧૧ જાન્યુઆરી ૨૦૨૫ : બીજો શનિવાર, દેશભરની બેંકો બંધ રહેશે.
૧૨ જાન્યુઆરી ૨૦૨૫: રવિવારે સાપ્તાહિક રજા.
૧૩ જાન્યુઆરી ૨૦૨૫: લોહરીના તહેવારને કારણે સોમવારે પંજાબ અને કેટલાક અન્ય રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
૧૪ જાન્યુઆરી ૨૦૨૫: તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં મંગળવારે સંક્રાંતિ અને પોંગલના કારણે બેંકો બંધ રહેશે.
૧૫ જાન્યુઆરી ૨૦૨૫: બુધવારે તિરુવલ્લુવર દિવસ નિમિત્તે તુસુ પૂજાના કારણે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામમાં બેંક રજા રહેશે.
૨૩ જાન્યુઆરી ૨૦૨૫: ગુરુવારે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિના અવસર પર ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
૨૫ જાન્યુઆરી ૨૦૨૫: સાપ્તાહિક રજાના કારણે શનિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
૨૬ જાન્યુઆરી ૨૦૨૫: ગણતંત્ર દિવસ નિમિત્તે રવિવારે દેશભરમાં બેંક રજા રહેશે.
૩૦ જાન્યુઆરી ૨૦૨૫: સોનમ લોસરને કારણે ગુરુવારે સિક્કિમમાં બેંકો બંધ રહેશે.