Last Updated on by Sampurna Samachar
JDU અને ભાજપ વચ્ચે નીતિશના નામ પર સમજૂતી થઈ ગઈ
વિધાનસભા ચૂંટણીનુ આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. રાજ્યની વતર્માન સરકારનો કાયર્કાળ ૨૨ મી નવેમ્બર ૨૦૨૫ સુધીનો છે. ત્યારે આ વખતે બિહારમાં NDA નો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે તે અંગે સર્વસંમતિ મળી છે. બિહારમાં નીતિશ કુમાર ફરી એકવાર NDA ના મુખ્યમંત્રી ચહેરા બનશે, ભાજપ અને JDU આ અંગે સર્વસંમતિ પર પહોંચી ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪ મી ફેબ્રુઆરીએ ભાગલપુરમાં એક રેલીમાં નીતિશ કુમારની સરખામણી પ્રિય મુખ્યમંત્રી સાથે કરી હતી. હવે NDA ના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારનું નામ નક્કી થઈ ગયું છે. બિહારમા NDA ઘટક જીતન રામ માંઝીએ નીતિશ કુમારના નામને પહેલાથી જ મંજૂરી આપી દીધી હતી. ચિરાગ પાસવાને પણ કેટલાક સમાન સંકેતો આપ્યા હતા. હવે JDU અને ભાજપ વચ્ચે નીતિશના નામ પર સમજૂતી થઈ ગઈ છે.
ભાજપના નેતા પ્રેમ કુમારે કહ્યું હતું કે, ‘ચૂંટણી પછી મુખ્યમંત્રી પદના પ્રશ્ન પર વિચાર કરવામાં આવશે.’ આ દરમિયાન, બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે કહ્યું હતું કે, ‘ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવશે, જોકે, મુખ્યમંત્રી કોણ બનશે તે અંગેનો ર્નિણય ભાજપ સંસદીય બોર્ડે લેવાનો હતો. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ફક્ત નીતિશ કુમારના નામે જ લડવામાં આવશે.’