Last Updated on by Sampurna Samachar
૧૭ માર્ચ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત
વિડીયો થયા વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજે હોળીના તહેવાર નિમિત્તે સંસદમાં મન મુકીને હોળી રમ્યા હતા. તેમણે ભાજપ સાંસદ જબદમ્બિકા પાલ સહિત કેટલાય અન્ય સાંસદો પર રંગ લગાવ્યો હતો. અન્ય સાંસદોએ પણ પ્રિયા સાથે હોળી રમી હતી. પ્રિયાએ એક્સ પર સંસદમાં હોળી સેલિબ્રેશનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ગુલાલ લઈને હોળી રમતા જોવા મળે છે. વીડિયોમાં તેમની સાથે સપા સાંસદ આનંદ ભદૌરિયા સહિત અન્ય સાંસદો જોવા મળે છે.
સંસદમાં ગુલાલ રમ્યા બાદ સપા સાંસદ પ્રિયા સરોજે રંગ બરસે ગીત ગાયું હતુ. પ્રિયાએ કહ્યું કે, અમારા પરિવાર તરફથી આપ સૌને હોળીની શુભકામનાઓ. પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના મછલીશહેર લોકસભા સીટથી સપાના સાંસદ છે. સંસદની કાર્યવાહી ૧૭ માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે.
UP , બિહારમાં પૂરતી વ્યવસ્થા કરાઇ
સાંપ્રદાયિક સૌહાર્દ બની રહે, તેના માટે યૂપી બિહાર સહિત કેટલાય રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, બિહારમાં તેને લઈને પુરતી વ્યવસ્થા અત્યારથી ગોઠવી દેવામાં આવી છે. હોળી અને નમાઝને લઈને કેટલીય જગ્યાએ પર અલગ અલગ ટાઈમિંગ રાખ્યા છે, જેથી કોઈ બીજાને નુકસાન પહોંચાડી શકે નહીં.