Last Updated on by Sampurna Samachar
મેં રાહુલ સાથે લગ્ન કર્યા નથી તેમ આરોપોને ખોટા ગણાવ્યા
૧૫૦૦ રૂપિયા માટે મારા પતિએ ઢોરમાર માર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
UP ના અલીગઢથી ૧૦ દિવસ પહેલા ફરાર થયેલા જમાઈ અને સાસુને પોલીસે બિહારમાં નેપાળ બોર્ડરથી પકડી લીધા છે. સાસુએ પોલીસ સામે ચોંકાવનારા ખુલાસા કરતા જમાઈ સાથે ભાગવાનું અસલી કારણ બતાવ્યું છે. અનીતા ઉર્ફ સપના દેવીએ પોતાના પતિ વિશે કેટલાય સનસનીખેજ ખુલાસા કર્યા છે. અનીતાએ કહ્યું કે, “હું રાહુલ સાથે જીવવા માગું છું. પતિ મારપીટ કરતો હતો. ખર્ચા માટે પૈસા નહોતો આપતો.”
મહિલાએ કહ્યું કે, “મેં હજુ રાહુલ સાથે લગ્ન નથી કર્યા. એમ જ જતી રહી હતી. બિહારમાં નેપાળ બોર્ડર ગઈ હતી. પરિવારના લોકો સાડા ત્રણ લાખ રૂપિયા રોકડા અને ઘરેણાં લઈ જવાની જે વાત કરી રહ્યા છે તે ખોટી વાત છે. મારા પગમાં પાયલ અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું છે. ૧૫૦૦ રૂપિયા માટે મારા પતિએ જબરદસ્ત મારપીટ કરી હતી.
છૂટાછેડા થાય કે ન થાય હવે તો રાહુલ સાથે જ રહીશ
સવારથી લઈને સાંજ સુધી જીતેન્દ્ર દારૂ પીવે છે. છ-છ મહિના સુધી ઘરમાં બેસી રહે છે. કંઈ કમાતો ધમાતો નથી. અત્યાર સુધીમાં એ માણસ એક મકાન પણ બનાવી શક્યો નથી. તે પોતાની જિંદગીમાં શું કરી શકવાનો. ૧૫૦૦ રૂપિયા આપે છે તો તેનો પણ હિસાબ લે છે. પૂછે છે કે પૈસા ક્યાં ગયા, ક્યાં ખર્ચ કરી નાખ્યા.”
પોતાનો પક્ષ રજૂ કરતી વખતે અનીતા રડવા લાગી. આંસુ લૂછતા બોલ્યા- “પતિ કહેતો હતો કે જમાઈ સાથે વાતો કરે છે. મારી સાથે વાતો નથી કરતી. જ્યારે તેણે મારા પર ગંદો આરોપ લગાવ્યો તો ધમાકો એમ જ નથી આવ્યો. પતિ બોલતો હતો તું જમાઈ સાથે ભાગી જા, મેં કહ્યું હું જમાઈ સાથે વાત નહીં કરુ, તેમ છતાં મને રોજ જમાઈ સાથે ભાગી જવા માટે કહેતો હતો. ગંદી ગંદી ગાળો આપતો હતો. કંટાળીને મેં આ પગલું ભર્યું છે. હવે તે મારી જિંદગીમાં આવી ચૂક્યો છે, હું તેની જ સાથે રહીશ. મારો પીછો છોડી દો.”
અનીતા ઉર્ફ સપનાએ આગળ કહ્યું કે, “હું રાહુલ સાથે જ રહીશ, પતિ બાળકો સાથે રહેશે. જ્યારે અમને ખબર પડી કે અલીગઢ પોલીસ પીછો કરી રહી છે તો પાછા આવી ગયા, પોલીસથી બચીને ક્યાં જતાં એટલા માટે પાછા આવી ગયા. ઘરેથી ખાલી મોબાઈલ અને ૨૦૦ રૂપિયા લઈને નીકળી હતી. આ ઉપરાંત કંઈ લીધું નથી. છૂટાછેડા થાય કે ન થાય હવે તો રાહુલ સાથે જ રહીશ.”