વાવાઝોડુ અને માવઠાને કારણે કેરીનું ઉત્પાદન ઘટ્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ, ઉત્પાદન ઘટતાં ભાવમાં પણ મોટો તફાવત

સિઝનની શરૂઆતમાં કેરીના ભાવ આસમાને પહોંચ્યા હતાં  પરંતુ હવે આવક વધતા ભાવ ૧૦૦૦ થી ૧૭૦૦નીસપાટીએ પહોંચ્યા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ગુજરાતમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે. ગરમીની સાથે વરસાદ પણ હાજરી આપી રહ્યો છે.વાવાઝોડા અનેમાવઠાને કારણે કેરીના પાકને નુકસાન થવા પામ્યું છે. સ્થિતિમાં કેરી રસિકો માટે મોટા સમાચાર સામેઆવ્યા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં કેરીની આવક શરૂ થતાંભાવમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં કેસર કેરીના ૩૨૦૦ બોક્સની આવક થઈ છે. શરૂઆતમાં કેરીનો૧૦ કિલોનો ભાવ એક હજારથી ૪૨૦૦ રૂપિયા સુધી બોલાયો હતો. વખતે કેરીના પાકમાં મોટો ઘટાડોનોંધાયો છે. વાવાઝોડુ અને માવઠાને કારણે કેરીનું ઉત્પાદન ઘટ્યું છે. સિઝનની શરૂઆતમાં કેરીના ભાવઆસમાને પહોંચ્યા હતાં. પરંતુ હવે આવક વધતા ભાવ ૧૦૦૦ થી ૧૭૦૦ની સપાટીએ પહોંચ્યા છે.

કેરીનું ઉત્પાદન કરતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ વખતે ઉત્પાદન અડધું થયું છે. હવામાનમાં સતત આવી રહેલા પલટાને કારણે ઝાડ પરથી કેરી ખરી પડતાં ઉત્પાદન ઘટી ગયું છે.નાની કેરી ખરી પડતાં ખેડૂતો અને ઈજારદારો આર્થિક સંકટમાં ફસાયા છે. કેરીના પાકના ઉત્પાદન માટેના ખર્ચસામે જોઈએ તેવું વળતર નહીં મળતાં ખેડૂતો સરકાર પાસે મદદની માગ કરી રહ્યાં છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.