Last Updated on by Sampurna Samachar
મહાકુંભ નાસભાગમાં પિડીત લોકોની આપવિતી જુઓ …
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગની દુ:ખદ ઘટના બની હતી. જેમાં કેટલાય નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે અને ઘણાં લોકોએ પોતાના વ્યક્તિઓને ગુમાવ્યા છે. આ વચ્ચે આ દરમિયાન દુર્ઘટના સમયે ત્યાં હાજર પીડિતોએ મીડિયા સાથે વાત કરતાં કરી હતી. બિહારના ઔરંગાબાદથી સૂરજ યાદવ નામના વ્યક્તિએ જણાવ્યું કે, ૧૨-૧૩ લોકો ગંગા સ્નાન માટે આવ્યા હતા. એ દરમિયાન નાસભાગ મચી અને મારી મા દબાઈને મરી ગઈ.
દુર્ઘટનામાં પોતાની પત્નીને ગુમાવનાર ફૂલચંદ વિશ્વકર્મા નામના વ્યક્તિએ જણાવ્યું કે, રાત્રે ગંગામાં સ્નાન કરીને નીકળ્યા તો જોયું કે, ત્યાંથી ગેટ ખુલ્લો હતો. બંને બાજુ પબ્લિક હતી. લોકો એકબીજાને કચડી-કચડીને ભાગી રહ્યા હતા. મારી પત્નીનું મૃત્યુ થઈ ગયું અને હું અડધો કલાક ભીડમાં નીચે દબાયેલો હતો.
ઔરંગાબાદથી જ આવેલા વિનય કુમાર નામના એક વ્યક્તિએ જણાવ્યું કે, અમુક લોકો ઘાટ તરફ જઈ રહ્યા હતા. એટલાંમાં આગળ વધેલા અમુક લોકો આગળ વધ્યા અને અમુક લોકો પાછા આવવા લાગ્યા. અહીંથી જઈ રહેલા લોકોએ ધક્કો માર્યો તો કોઈ બહાર જ ન નીકળી શક્યું અને તે જગ્યાએ કોઈ પોલીસ નહતી.
આ દરમિયાન ભીડમાં લોકો પડ્યા અને બાદમાં માણસો પર માણસો પડતા રહ્યા. કોઈ ઉપાડી ન શક્યા અને દબાઈને લોકોના મોત થઈ ગયા.
મૌની અમાવસ્યા પર સ્નાનના કારણે રાત્રે ૨ વાગ્યે સંગમ તટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. આ દરમિયાન બેરિકેડિંગનો એક ભાગ તૂટીને પડી ગયો અને નાસભાગ મચી ગઈ. થોડી જ મિનિટોમાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ અને લોકો ગમે ત્યાં ભાગવા લાગ્યા. અનેક શ્રદ્ધાળુઓનો સામાન પડી ગયો, જેનાથી અવ્યવસ્થા ફેલાઈ ગઈ. લોકો એકબીજાને કચડી રહ્યા હતા.
આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, અમે આરામથી જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ભીડ આવી ગઈ, ધક્કા-મુક્કી થવા લાગી. અમે બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંય જગ્યા નહતી. બધા જ્યાં-ત્યાં ભાગવા લાગ્યા, ઘણાં લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. સ્થિતિ એવી હતી કે, ખબર જ ન પડી શું થઈ રહ્યું છે.’ મોડી રાત્રે નાસભાગની સૂચના મળતાં જ પોલીસ, પેરામિલિટ્રી ફોર્સ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી. આ વિસ્તારમાં પહેલેથી જ ફાયર સર્વિસ ઑલ-ટેરેન વ્હીકલ હાજર હતા, જેની મદદથી ઘણાં ઈજાગ્રસ્તોને કાઢવામાં આવ્યા હતા.