Last Updated on by Sampurna Samachar
સગીર પુત્રીનું શોષણ કરવાનો ઘડ્યો હતો પ્લાન
મહિલા પુત્રીથી ગુસ્સે થતાં આ પગલુ ભર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પુણેમાં એક મહિલા અને તેના પ્રેમીએ ભેગાં મળી સગીર પુત્રીનો અશ્લિલ વિડીયો બનાવી વાયરલ કરતાં ચકચાર મચી જવા પામી છે. જ્યાં મહિલાની પોતાની સગીર પુત્રીનું જાતીય શોષણ કરવા અને અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાના લવ અફેર વિશે મકાન માલિકે તેની પુત્રીને જણાવતાં મહિલા પુત્રીથી ગુસ્સે હતી. જેનુ આ પરિણામ આવ્યુ છે.
સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે બદલો લેવા માટે, મહિલા ભારતી વિકાસ કુર્હાડેએ તેના પ્રેમી ગુરુદેવ કુમાર સ્વામી સાથે મળીને સગીર પુત્રીનું શોષણ કરવાનું કાવતરું ઘડ્યું. બંનેએ કથિત રીતે છોકરીનું વસ્ત્રહરણ કર્યું, અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યા અને તેને સંબંધીઓને મોકલ્યા.
કૃત્ય આચરી બંને ઘરેથી ફરાર થઇ ગયા
ચોંકાવનારી વાત એ છે કે, મહિલા પર તેની પુત્રીને તેના બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો પણ આરોપ છે. પોલીસે બંને આરોપીઓની જિલ્લાના ઉત્તરીય ભાગમાંથી ધરપકડ કરી છે. ગુનો કર્યા પછી તેઓ ભાગી ગયા હતા અને પોતપોતાના ઘરેથી ફરાર થઈ ગયા હતા. છોકરીનો વીડિયો વાયરલ થયા બાદ, બિબવેવાડી પોલીસે તાત્કાલિક તેમને પકડી લીધા. તપાસમાં પુષ્ટિ મળી કે માતાએ આ પગલું તેની પુત્રીને તેના અફેર વિશે જણાવવાથી લીધું હતું.