Last Updated on by Sampurna Samachar
માતા કામ માટે બહાર ગઇ ઘરે આવી તો જોયુ કે દિકરાએ ફાંસી લગાવી દીધી
પોલીસે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ઓનલાઈન સટ્ટાબાજીના વ્યસનથી એક યુવાનનો જીવ ગયો હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ૨૫ વર્ષીય રંજન કુમારે માદીપુર રામરાજી રોડ પર પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટ (CRICKET) મેચ પર મુઝફ્ફરપુરના એક યુવકે દાવ લગાવ્યો હતો. જેમાં જુગારમાં હાર બાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. જ્યાં તેનો મૃતદેહ ઘરમાં ગમછાના ફંદા પર લટકતો મળી આવ્યો હતો. મૃતક રંજન દવાની દુકાનમાં કામ કરતો હતો. ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ઓનલાઈન ગેમિંગ એપ પર પૈસા ગુમાવવાને કારણે તે તણાવમાં હતો.
જ્યારે મૃતકની માતા નીલમ દેવી વાસણો ધોઈને ઘરે પરત ફર્યા, ત્યારે તેમણે તેમના પુત્રને ફાંસી પર લટકતો જોયો. તેણે દાતરડાથી ફાંસો કાપીને પોતાના દીકરાને નીચે ઉતાર્યો, પણ ત્યાં સુધીમાં તે મરી ગયો હતો.
પોલીસ ઘટના સ્થળે પહોંચી
માહિતી મળતાં કાઝી મોહમ્મદપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસ બાદ પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને FSL ટીમને બોલાવવામાં આવી હતી. ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ યુવકની માતાએ ગેસ સિલિન્ડર માટે તેના દીકરાને ૧૦૦૦ રૂપિયા આપ્યા હતા. દીકરાને પૈસા આપ્યા પછી, તે કામ પર ગઈ. જ્યારે તે ઘરે પરત ફરી ત્યારે તેને તેના દીકરાનો મૃતદેહ ફાંસી પર લટકતો મળ્યો. મૃતક રંજન ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી હતો.
હજુ સુધી એ જાણી શકાયું નથી કે યુવકે કેટલા પૈસાનો દાવ લગાવ્યો હતો. મૃતકની માતાએ જણાવ્યું કે રંજનને ઓનલાઈન સટ્ટો રમવાની આદત હતી. તે દુકાન જ્યાં તે કામ કરતો હતો. ત્યાંથી તે વારંવાર એડવાન્સ પૈસા લેતો હતો અને મેચો પર સટ્ટો રમતો હતો.
જ્યારે તેણે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સટ્ટાબાજી માટે દુકાનદાર પાસેથી એડવાન્સ માંગ્યું, ત્યારે તેણે ના પાડી દીધી. તેની માતાએ તેને ગેસ સિલિન્ડર લાવવા માટે ૧૦૦૦ રૂપિયા આપ્યા હતા. તેણે આ પૈસાથી ગેસ સિલિન્ડર ખરીદ્યો ન હતો. સટ્ટાબાજીમાં પૈસા રોક્યા હતા. મેચ દરમિયાન પૈસા ગુમાવ્યા બાદ રંજન આઘાતમાં હતો. તેણે રાત્રે પેટમાં દુખાવાનું બહાનું બનાવીને હળવો ખોરાક ખાધો હતો. આ પછી, બીજા દિવસે સવારે તેનો મૃતદેહ ફાંસી પર લટકતો મળી આવ્યો.
SHO જયપ્રકાશ સિંહે જણાવ્યુ હતું કે પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. પરિવારની અરજી પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ અને એફએસએલનો અંતિમ રિપોર્ટ આવ્યા પછી સમગ્ર મામલો બહાર આવશે.