Last Updated on by Sampurna Samachar
જમ્મુ કાશ્મીર, બિહાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક જગ્યા પર તાપમાનમાં વધારો
ભારે હવાઓ પણ ચાલવાની સંભાવનાઓ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના ૧૪ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, કેટલાય રાજ્યોમાં ગર્જના સાથે હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ થઈ શકે છે. ત્યારે અમુક વિસ્તારમાં કરા પણ પડી શકે છે. તો વળી ભારે હવાઓ પણ ચાલવાની સંભાવનાઓ છે.
હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન દેશના કેટલાય રાજ્યોમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ થવાની સંભાવના છે. અમુક જગ્યા પર તો ભારે વરસાદ પણ થઈ શકે છે. તેની સાથે જ કેટલીય જગ્યા પર કરા પણ પડી શકે છે. ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીના રોજ બિહાર અને ગંગાના તટીય પશ્ચિમ બંગાળમાં ભારે હવાઓની સાથે તોફાન, વીજળીની સાથે મધ્યમ વર્ષાની સંભાવના છે.
આ ઉપરાંત ઝારખંડ, ઓડિશા, પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં ભારે પવન સાથે વીજળી અને છુટકથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે ૨૪ ફેબ્રુઆરીથી એક નવો પશ્ચિમી વિક્ષોભ ઉત્તર પશ્ચિમ ભારતને પ્રભાવિત કરવાની સંભાવના છે. તેના પ્રભાવમાં ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીર-લદ્ધાખ-ગિલગિટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મધ્યમ વરસાદ/ બરફવર્ષા થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર, બિહાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક જગ્યા પર દિવસના તાપમાનમાં ૧-૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. હરિયાણા, આસામ અને મેઘાલય, પશ્ચિમ મધ્ય પ્રદેશ, તમિલનાડૂ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ જગ્યા પર પણ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. તો વળી ઓડિશામાં અમુક જગ્યા પર તે ૧-૩ ડિગ્રી સુધી નીચે ગયું છે.
બિહાર, ઝારખંડ અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થાન પર તાપમાન સામાન્યથી ઉપર રહ્યું છે. જમ્મુ કાશ્મીર, પૂર્વી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને આંતરિક કર્ણાટકમાં અલગ અલગ જગ્યા પર તાપમાન ૧-૪ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.