Last Updated on by Sampurna Samachar
વિદ્યાર્થી હૈદરાબાદનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી
સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારની રાજધાની પટના (PATNA) ના બિહટાના અમહરા સ્થિત IIT પટનાના કેમ્પસમાં આંધ્ર પ્રદેશના એક વિદ્યાર્થીએ બિલ્ડિંગની છતથી કૂદીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદથી IIT કેમ્પસમાં હોબાળો મચી ગયો હતો. લોકોએ અફરા-તફરીમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ઉઠાવીને બિહટાના NSMCH હોસ્પિટલમાં દાખલ પણ કરાવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે.
IIT ડાયરેક્ટર સહિત સમગ્ર ફેકલ્ટી પહોંચી ગઇ
મળતી જાણકારી અનુસાર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની ઓળખ IIT ના બીએસ મેથેમેટિક્સ અને કોમ્પ્યુટર સાયન્સ થર્ડ યરના વિદ્યાર્થી રાહુલ લાવેરી તરીકે થઈ છે. વિદ્યાર્થી રાહુલ આંધ્ર પ્રદેશના હૈદરાબાદનો રહેવાસી છે. ઘટના બાદ કોલેજમાં હોબાળો મચી ગયો છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસની ટીમ અને IIT ડાયરેક્ટર સહિત સમગ્ર ફેકલ્ટી ઘટના સ્થળે પહોંચી હતી.
IIT પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે કેમ્પસથી માહિતી મળી છે કે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. કુમારે વિદ્યાર્થીનું મોત થવાની પુષ્ટિ કરતાં એ પણ જણાવ્યું કે પોલીસ મામલાની તપાસ કરી રહી છે.