Last Updated on by Sampurna Samachar
૨૭ વર્ષ જૂના ફાયરિંગ કેસમાં પોલીસને મળી સફળતા
આરોપી રાજેશ ઉર્ફે બિહારીને પોલીસે બિહારના અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપી લીધો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત પોલીસની ‘નો ટોલરન્સ‘ નીતિ અને જૂના વણઉકેલ્યા ગુનાઓ ઉકેલવાની ઝુંબેશને મોટી સફળતા મળીછે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આજથી આશરે ૨૭ વર્ષ પહેલા બે રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટેલાકુખ્યાત આરોપી રાજેશ ઉર્ફે બિહારીને પોલીસે બિહારના અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપી લીધો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, વર્ષ ૧૯૯૯ની આસપાસ પાંડેસરા પોલીસ મથકની હદમાં આરોપી રાજેશ ઉર્ફેબિહારીએ સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ પોલીસ તેનીધરપકડ કરે તે પહેલા જ તે સુરત છોડીને ભાગી ગયો હતો. છેલ્લા ૨૭ વર્ષથી તે પોતાની ઓળખ છુપાવીનેબિહાર સહિતના અલગ–અલગ રાજ્યોમાં મજૂરી કામ કરી છુપાઈને ફરતો હતો. પોલીસ રેકોર્ડ પર તે ‘વોન્ટેડ‘હતો, પરંતુ તેનો કોઈ પત્તો લાગતો ન હતો.
સ્થાનિક પોલીસની મદદથી તેને દબોચી લીધો
પાંડેસરા પોલીસની ટીમ છેલ્લા કેટલાક સમયથી જૂના નાસતા–ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી તપાસ કરીરહી હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને મજબૂત હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) દ્વારા જાણકારીમળી હતી કે, રાજેશ બિહારમાં છુપાયેલો છે. બાતમી મળતા જ સુરત પોલીસની એક ખાસ ટીમ બિહાર રવાનાથઈ હતી અને સ્થાનિક પોલીસની મદદથી તેને દબોચી લીધો હતો.
સુરત પોલીસની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપીને ઝડપી લાઈને સુરત લાવવામાંઆવ્યો છે. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો છે. ૨૭ વર્ષ બાદ આરોપી ઝડપાતા પોલીસવિભાગમાં પણ ચર્ચા જાગી છે કે, ગુનેગાર ગમે તેટલો શાણો હોય, કાયદાની પકડથી લાંબો સમય બચી શકતોનથી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.