Last Updated on by Sampurna Samachar
હવે પેટ્રોલ પંપ પર ગેસ સિલિન્ડર પણ મળશે
નવા નિયમો હેઠળ ૫ કિલોગ્રામના નાના સિલિન્ડર હવે રાજ્ય સંચાલિત ઓઈલ કંપની ઇન્ડિયન ઓઇલ દ્વારાસંચાલિત પેટ્રોલ પંપ પર મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને અમેરિકાના વચ્ચેના સંઘર્ષને કારણે ભારતની ઓઈલ અને ગેસ આયાત મુશ્કેલીઓનો સામનો કરીરહી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે. તેથી ઓઈલ અને ગેસ સંકટને ઉકેલવામાટે સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક નિયમોમાં સુધારો કર્યો છે.

આ ફેરફારોમાં LPG સિલિન્ડરના દરોમાં ફેરફાર અને બુકિંગ સમય મર્યાદામાં ફેરફારથી લઈને પેટ્રોલ અને ડીઝલપર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો અને દાયકાઓથી મોટાભાગે ગાયબ થયેલ કેરોસીન પરત લાવવાનો પણ સમાવેશ થાય છે.
પેટ્રોલ પંપ પર LPG સિલિન્ડર પણ મળશે
આ યુદ્ધ સમયની કટોકટી વચ્ચે ભારતમાં ઓઈલ અને ગેસ સંબંધિત અસંખ્ય નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે બીજો એક મોટો સુધારો સામે આવ્યો છે. હવે પેટ્રોલ પંપ પર LPG સિલિન્ડર પણ મળશે.
રવિવારે કેન્દ્ર સરકારે ર્નિણય લીધો કે રાશનની દુકાનો ઉપરાંત પેટ્રોલ પંપ પર કેરોસીન પણ મળશે. રાજ્યસંચાલિત ઓઈલ કંપનીઓને તેમના પેટ્રોલ પંપ નેટવર્ક દ્વારા કેરોસીન વેચવાની પરવાનગી આપવામાં આવીહતી. હવે એક વધુ ર્નિણય લેવામાં આવ્યો છે, જેમાં LPG સિલિન્ડર પેટ્રોલ પંપ પર વેચવામાં આવશે.
નાના વાણિજ્યિક અને ઘરેલુ સિલિન્ડર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. ગ્રાહકો આ ૫ કિલોગ્રામના સિલિન્ડર સીધા પેટ્રોલ પંપ પરથી ખરીદી શકશે.
ગેસ કટોકટી અને ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારોથી જનતાને થતી મુશ્કેલીઓને દૂર કરવા માટે સરકારેએક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે નાના કદના ગેસ સિલિન્ડર વેચવાની પ્રક્રિયા સરળ બનાવી છે. નવાનિયમો હેઠળ ૫ કિલોગ્રામના નાના સિલિન્ડર હવે રાજ્ય સંચાલિત ઓઈલ કંપની ઇન્ડિયન ઓઇલ દ્વારાસંચાલિત પેટ્રોલ પંપ પર મળશે.
પેટ્રોલ પંપ માલિકો હવે ઘરેલુ અને વ્યાપારી બંને ૫ કિલોગ્રામના સિલિન્ડર વેચવા માટે અધિકૃત છે. જો કે, જ્યારે ઇન્ડિયન ઓઇલે સત્તાવાર રીતે આ સુવિધાની જાહેરાત કરી છે, ત્યારે સિલિન્ડર હજુ સુધી તેમના પેટ્રોલપંપ પર ભૌતિક રીતે ઉપલબ્ધ નથી. પેટ્રોલ પંપના કર્મચારીઓના જણાવ્યા મુજબ, આ સિલિન્ડરો આજે સાંજથીપંપ પર મળવાની શક્યતા છે.
પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ ૫ કિલોગ્રામના સિલિન્ડરની કિંમતો અલગ અલગ. જો તમે હાલના કનેક્શન વિનાસીધા સિલિન્ડર ખરીદવા માંગતા હો, તો તમારે રૂ.૧,૪૭૬ ચૂકવવા પડશે. જો તમે નાના સિલિન્ડરને રિપ્લેસકરીને નવો સિલેન્ડર લેવા માંગતા હો તો રૂ.૯૭૬ ચુકવવા પડશે. જો તમારે ફક્ત રિફિલ કરાવો છે, તો કિંમતરૂ.૫૮૬ હશે.