Last Updated on by Sampurna Samachar
સામાનના એક્સ-રે સ્કેન દરમિયાન કંઈક શંકાસ્પદ દેખાયું
ખજૂરની અંદર પીળા રંગના ધાતુના ટુકડા મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઘણા મુસાફરો એરપોર્ટ પર સોના, ચાંદી, દુર્લભ પ્રજાતિના પ્રાણીઓ વગેરેની દાણચોરી કરતા પકડાય છે. કેટલીકવાર ફ્લાઈટ ક્રૂ મેમ્બર પણ આમાં સામેલ હોય છે. ચોંકાવનારી વાત એ છે કે લોકો પ્રાઈવેટ પાર્ટમાં પણ સોનું છુપાવે છે અને પછી પકડાઈ જાય છે. દિલ્હીના IGI એરપોર્ટ પર પણ એક વ્યક્તિ ઝડપાયો હતો, જે ગુપ્ત રીતે વિચિત્ર રીતે લાખોનું સોનું છુપાવીને લાવતો હતો.
દિલ્હી (DILHI) ના એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે ગોલ્ડન ડેટ્સમાં સોનું છુપાવીને લાવ્યો હતો. વ્યક્તિ પાસેથી ૧૭૨ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે મુસાફર જેદ્દાહથી ભારત પરત ફર્યો હતો અને તલાશી દરમિયાન તેની પાસેથી સોનું મળી આવ્યું હતું.
કસ્ટમ્સની ટીમે ૧૪ લાખથી વધુનુ સોનુ ઝડપ્યુ
કસ્ટમ્સ અનુસાર, સ્પોટ પ્રોફાઇલિંગના આધારે, IGI એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ ૨૬ ફેબ્રુઆરીએ ગ્રીન ચેનલમાંથી બહાર નીકળતી વખતે ફ્લાઇટ નંબર જીફ-૭૫૬ પરથી ઉતરેલા ૫૬ વર્ષીય ભારતીય પુરુષ પેસેન્જરને રોક્યો હતો. સામાનના એક્સ-રે સ્કેન દરમિયાન કંઈક શંકાસ્પદ દેખાયું. આ સાથે જ્યારે પેસેન્જર ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD) પાસેથી પસાર થયો ત્યારે જાAરથી બીપનો અવાજ સંભળાયો.
આ પછી અધિકારીઓ સતર્ક થઈ ગયા અને વ્યક્તિની તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે સોનેરી ખજૂરની અંદર પીળા રંગના ધાતુના ટુકડા ભરવામાં આવ્યા હતા, જેથી કોઈને શંકા ન જાય. પરંતુ સત્તાધીશોએ તેને જપ્ત કરીને તપાસ માટે મોકલ્યો.
અધિકારીઓ માને છે કે આ ધાતુ સોનું છે અને તેનું વજન ૧૭૨.૦૦ ગ્રામ છે. ૧૭૨ ગ્રામ સોનાની કિંમત ૧૪ લાખથી વધુ છે. દિલ્હીથી જેદ્દાહનું અંતર લગભગ ૩૮૦૦ કિમી છે. આ વ્યક્તિ ખજૂરોમાં સોનું ભરીને જેદ્દાહથી નીકળ્યો હતો પરંતુ તેને ખ્યાલ નહોતો કે દિલ્હી એરપોર્ટ પર તૈનાત કસ્ટમ અધિકારીઓની સામે તેની યુક્તિ સફળ નહીં થાય અને તે પકડાઈ જશે.