Last Updated on by Sampurna Samachar
ગંગોત્રી ધામમાં ૪ ફૂટથી વધુ બરફની ચાદર પથરાઈ
આગામી દિવસો સુધી વાતાવરણ હજુ ખરાબ રહેશે તેવી આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડ (UTTRAKHAND) ના ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદ ખાબકી રહ્યો છે. ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં પણ સતત વરસાદ શરૂ છે. જોકે ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ગંગોત્રી ધામ, ગોમુખ, ચીડ વાસા, ભોજ વાસા, કનકૂ ઉડાર, ભૈરો ઝાપ અને કેદાર ગંગા વિસ્તાર સંપૂર્ણ રીતે સફેદ ચાદરમાં લપેટાઈ ગયું છે.
ગંગોત્રી ધામની વાત કરીએ તો આ વખતે રેકોર્ડબ્રેક હિમવર્ષા જોવા મળી રહી છે. મુખ્ય મંદિરની આસપાસ આશરે ચાર ફૂટથી વધારે બરફ જામી ગયો છે. હજુ સુધી હિમવર્ષા શરૂ જ છે. મંદિરની છત અને આસપાસના વિસ્તારમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ છે. જેનાથી સંપૂર્ણ ધામનો નજારો અત્યંત મનમોહક દેખાઈ રહ્યો છે.
ઉત્તરકાશીના અનેક વિસ્તાર સંપર્કવિહોણા બન્યા
પરંતુ, ત્યાંની પરિસ્થિત ખૂબ જ ગંભીર છે. જો આ પ્રકારે હજુ હિમવર્ષા શરૂ રહી તો આવનારા કલાકોમાં બરફની આ પરત વધી શકે છે. જેનાથી મંદિર અને અન્ય સંરચના પર ભાર વધી શકે છે. સતત શરૂ હિમવર્ષાના કારણે ઉત્તરકાશીના અનેક વિસ્તાર સંપર્કવિહોણા બન્યા છે. ગોમુખ, ચીડ વાસા, ભોજ વાસા, કનકૂ, ઉડાર, ભૈરો ઝાપ અને કેદાર ગંગા વિસ્તાર સંપૂર્ણ રીતે બરફથી ઢંકાઈ ગયા છે.
હવામાન વિભાગે આગામી દિવસો સુધી વાતાવરણ હજુ ખરાબ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તંત્ર તરફથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓને બિનજરૂરી યાત્રા ટાળવા અને સુરક્ષિત જગ્યાએ રહેવાની સૂચના આપવામાં આવી છે.