Last Updated on by Sampurna Samachar
RTI ના કાયદાને નબળો નહીં થવા દે કોંગ્રેસ
છેલ્લા કેટલાક વષોર્થી ખોટી માહિતી અને દુષ્પ્રચારના મામલે ટોપ પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર ડેટા પ્રોટેક્શનના નામ પર માહિતી અધિકાર કાયદો ને નબળો પાડવાનું કામ કરી રહી છે.’ તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ સરકાર RTI ના કાયદાને નબળો નહીં પડવા દેશે અને આ પ્રકારના પ્રયાસો વિરુદ્ધ સંસદથી લઈને રસ્તા સુધી અવાજ ઉઠાવતી રહેશે.
‘મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, એક તરફ ભારત છેલ્લા કેટલાક વષોર્થી ખોટી માહિતી અને દુષ્પ્રચારના મામલે ટોપ પર છે, તો બીજી તરફ મોદી (MODI) સરકાર ડેટા પ્રોટેક્શન કાયદો લાવીને કોંગ્રેસ-યુપીએ દ્વારા લાગુ કરાયેલ માહિતી અધિકાર કાયદાને નબળો પાડવાના પ્રયાસ કરી રહી છે.
મોદી સરકાર ડેટા પ્રોટેક્શનના નામ પર RTI
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ભલે તે જાહેર ક્ષેત્રની જાણકારી હોય જેમ કે, રેશનકાર્ડની યાદી, મનરેગાના લાભાર્થી મજૂરો, જન કલ્યાણ યોજનાઓમાં સામેલ લોકોના નામ, ચૂંટણીમાં મતદાર યાદી, કે પછી સરકારી બેંકોમાંથી લોન લઈને વિદેશ ભાગી ગયેલા કૌભાંડી અબજોપતિઓના નામ હોય, આ તમામના નામ જાહેરમાં હોવા જરૂરી છે,
પરંતુ હવે મોદી સરકાર ડેટા પ્રોટેક્શનના નામ પર RTI ને નબળો બનાવી રહી છે, જેના કારણે આવા નામ હવે જાહેર નહીં થઈ શકશે. ગોપનીયતાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે અને કોંગ્રેસે તેના માટે લડી છે, પરંતુ જ્યાં પબ્લિક વેલફેયરની વાત આવે છે.
ત્યાં RTI જરૂરી છે. કોંગ્રેસના RTI માં પણ ગોપનીયતાના અધિકારનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, પરંતુ એનો અર્થ એ નથી કે લાભાથીઓની યાદી અથવા કૌભાંડીઓના નામ જાહેર ન કરવા જોઈએ. કોંગ્રેસ પાર્ટી RTI ને નબળો નહીં પડવા દેશે, અમે પહેલા પણ તેના માટે અવાજ ઉઠાવ્યો છે અને હવે પણ સંસદથી લઈને રસ્તા સુધી અવાજ ઉઠાવતા રહીશું. અમે જનતાના અધિકારોના રક્ષણ માટે લડતા રહીશું.