Last Updated on by Sampurna Samachar
છેલ્લા ૯ વષર્માં દિકરીઓ વિરુદ્ધના ૧૭, ૦૦૦ ગુનાના મામલા નોંધાયા
ભાજપ સરકાર મૂકદર્શક બનીને બેઠી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અલકા લાંબાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું કે, ‘ મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની પુત્રી અને તેની મિત્રની છેડતીનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, આ કરતુત ભાજપના પૂર્વ કોર્પોરેટર પીયૂષ મોરેએ કરી છે.’ તેમણે દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિત અનેક મોટા નેતાઓ સાથે મોરેની તસવીરો છે.
ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષાએ કહ્યું કે, ‘જો કેન્દ્રીય મંત્રીને ન્યાય ન મળે તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને તેમણે પોતાની પુત્રી સહિત આવી સ્થિતિનો સામનો કરનારી અનેક દિકરી માટે લડવું જોઈએ. ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવશે, પરંતુ દિકરી સાથે જે ગુનાઓ થઈ રહ્યા છે, તેનું શું ? પુણેમાં ૧૯ વર્ષિય યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયું, તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો, પરંતુ આ કેસમાં કોઈ કાયર્વાહી ન થઈ.’
દરેક પોલીસ સ્ટેશને પહોંચતી દિકરી નથી મળતો ન્યાય
કોંગ્રેસ (CONGRESS) નેતાએ ગુજરાત-રાજસ્થાન સહિતના રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, ‘ગુજરાતમાં છેલ્લા ૯ વષર્માં દિકરીઓ વિરુદ્ધના ૧૭૦૦૦ ગુનાના મામલા નોંધાયા છે. ગુજરાત દર મહિને લગભગ ૨૦૦ દિકરીઓ ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશન પહોંચે છે.’
તેમણે કેટલીક અન્ય ઘટનાઓનો ઉલ્લેખ કરીને આક્ષેપ કર્યો છે કે, ‘ભાજપની ડબલ એન્જીન સરકારો દિકરીઓ માટે અભિશાપ સાબિત થઈ રહી છે.’અલકા લાંબાએ કહ્યું કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, રાજધાની દિલ્હી, ઉત્તરાખંડ અને હરિયાણાનો પણ ઉલ્લેખ કરી ભાજપની ડબલ એન્જીન સરકારો પર નિશાન સાધ્યું છે. રાજસ્થાનમાં છેલ્લા ૬ મહિનામાં મહિલાઓની સતામણીના ૨૦,૦૦૦ કેસ નોંધાયા છે, જે ભાજપ સરકારની નિષ્ફળતા દર્શાવે છે. સરકાર ગુનેગારો વિરુદ્ધ ડર ઉભો કરી શકી નથી. અહીં એક ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ કરાયું, તેણીને બ્લેડ મારવામાં આવી.
મધ્યપ્રદેશમાં ભાજપ નેતાઓ સગીર બાળકી પર દુષ્કર્મ કર્યું, પરંતુ તેના વિરુદ્ધ હ્લૈંઇ ન નોંધાઈ. ટીકમગઢના ભાજપ નેતા સંજુ યાદવની સગીરા પર દુષ્કમર્ના કેસમાં પકડવામાં આવ્યો. આ નેતાએ દુષ્કમીઆર્ેને હોટલમાં આશરો આપ્યો હતો. ટીકમગઢમાં ત્રણ સગીર દિકરીઓ પર દુષ્કર્મ આચરાયું અને એક ૧૪ વર્ષની બાળકીએ આત્મહત્યા કરી લીધી. આવી સ્થિતિ સવાલ થાય છે કે, શું તે બાળકીને આત્મહત્યા કરવા માટે મજબૂત કરવામાં આવી? કારણ કે અહીં થયેલા તમામ ગુનાઓના તાર ભાજપના લોકો સાથે જાેડાયેલા છે.
રાજધાની દિલ્હીમાં એક મહિનામાં ૧૦૧ ર્નિદયતાની ઘટના બની. દર દિવસે ત્રણ સગીરાઓ-મહિલાઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે, છતાં સરકાર ચુપ છે.
આવી અનેક ઘટનાઓ છતાં સરકાર આવા હવસખોરો વિરુદ્ધ ડર ઉભો કરવામાં નિષ્ફળ ગઈ છે. જો પદો પર બેઠેલા જવાબદાર લોકો ગુનેગારોને સજા આપી શકતા નથી, તો તેઓને પણ પદ પરથી મુક્ત કરી દેવા જોઈએ. તેથી અમે નક્કી કર્યું છે કે, અમે સરકારને મહિલા સુરક્ષાના મુદ્દાને હળવાશથી લેવા નહીં દઈએ. આ મામલે સરકારોની જવાબદારી નક્કી કરીશું. દેશમાં અનેક દિકરીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે, ફરિયાદો થઈ રહી છે, પરંતુ ભાજપ સરકાર મૂકદર્શક બનીને બેઠી છે. આ દિકરીઓ માટે કોઈ ઉભી થતું નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટી અને મહિલા કોંગ્રેસ આ દિકરીઓ સાથે મજબૂતીથી ઉભી રહેશે.