Last Updated on by Sampurna Samachar
પોલીસે દુષ્કર્મી પિતાની ધરપકડ કરી
પત્નીની ઉશ્કેરણીમાં દિકરીએ આપ્યુ નિવેદન તેવી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના રોહતાસ જિલ્લામાં પિતા અને પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ પોતાની ૧૧ વર્ષની માસૂમ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું છે. ઘટના બાદ માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે દુષ્કર્મી પિતાની ધરપકડ કરી લીધી છે.
આ કિસ્સો દાવથ પોલીસ મથકના એક ગામનો છે. ઘટનાની જાણકારી બાદ પોલીસે છોકરીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે. પીડિતા પાંચમા ધોરણની વિદ્યાર્થીની છે. આરોપી પિતાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જોકે પોલીસે પૂછપરછમાં કહ્યું કે તેના વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. આરોપીનો દાવો છે કે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ તે સંપૂર્ણપણે નિર્દોષ સાબિત થઇ જશે. પતિનો આરોપ છે કે તેની પુત્રીએ તેની પત્નીની ઉશ્કેરણીમાં આવીને આવું નિવેદન આપ્યું છે.
પોતાની પુત્રીની ઇજ્જત લૂંટી
માતાના અનુસાર તેનો પતિ અવાર-નવાર તેની સાથે મારઝૂડ કરતો હતો. થોડા દિવસ પહેલાં જ તેની સાથે મારઝૂડ કરી પત્નીને ઘરની બહાર તગેડી મૂકી હતી. મહિલા ૧૧ વર્ષની પુત્રીને મૂકીને પોતાના પિયર જતી રહી હતી. આ દરમિયાન પિતાએ પોતાની પુત્રીની ઇજ્જત લૂંટી હતી. પીડિતાની માતાના નિવેદન અને લેખિત અરજીના આધારે પોસ્કો એક્ટ અંતગર્ત ધરપકડ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
પીડિતાની માતાએ જણાવ્યું કે તેનો પતિ પહેલાં પણ એકવાર દુષ્કર્મ આચરી ચૂક્યો છે, પરંતુ લોકો લાજની બીકે તેણે કોઇને કહ્યું ન હતું. હવે તેણે ફરીથી હેવાનિયત ગુજારી તો ફરિયાદ નોંધાવી. હવે રિપોર્ટ બાદ જ નક્કી થશે કે પત્નીનો આરોપ કેટલો સાચો છે, અથવા પછી છોકરીનો પિતા નિર્દોષ છે.