Last Updated on by Sampurna Samachar
૧૧,૫૦૦ વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICAI CA નું ફાઇનલ પરિણામ જાહેર થઈ ગયું છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા યોજાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટ (CA)ની ફાઇનલ પરીક્ષામાં બે વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થીનીઓએ ટોચના ત્રણ રેન્ક મેળવ્યા છે. જેમાં અમદાવાદની રિયા શાહ સમગ્ર ભારતમાં બીજા નંબરે આવી છે. જ્યારે હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરૂપતિના રિષભે ઓસ્વાલે સંયુક્તરૂપે ૫૦૮ માર્ક્સ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રિયા શાહે ૫૦૧ માર્ક્સ સાથે બીજો નંબર મેળવ્યો છે. જ્યારે ત્રીજા સ્થાને આવેલી કોલકાતાની કિંજલ અજમેરાએ ૪૯૩ માર્ક્સ મેળવ્યા છે.
હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરુપતિના ઓસ્વાલે સંયુક્ત રીતે ૫૦૮ માર્ક્સ (૮૪.૬૭%) મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે રિયા કુંજનકુમાર શાહે ૫૦૧ માર્ક્સ (૮૩.૫%) મેળવી બીજા ક્રમાંકે આવી છે. તેમજ કોલકાતાની કિંજલ અજમેરાએ ૪૯૩ માર્ક્સ (૮૨.૧૭%) સાથે ચોથા ક્રમે આવી છે.
ICAI ના પ્રમુખ સી. એ. રણજીત કુમાર અગ્રવાલે ભારતની સૌથી અઘરી પરીક્ષાઓ પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. આ વર્ષે ૩૧,૯૪૬થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક CA ફાઇનલ પરીક્ષા પાસ કરી છે. જ્યારે નોંધપાત્ર ૧૧,૫૦૦ વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે.
પાસિંગ રેટ વધ્યું
ગ્રૂપ ૧ – ૬૬,૯૮૭ ઉમેદવારોએ પરીક્ષા આપી, ૧૧,૨૫૩ પાસ (૧૬.૮ ટકા) થયા
ગ્રૂપ ૨ – ૪૯,૪૫૯ ઉમેદવારોએ પરીક્ષા આપી, ૧૦,૫૬૬ પાસ (૨૧.૩૬ ટકા) થયા
ગ્રૂપ-૩ – ૩૦,૭૬૩ ઉમેદવારોએ પરીક્ષા આપી, ૪,૧૩૪ પાસ (૧૩.૪૪ ટકા) થયા