Last Updated on by Sampurna Samachar
પાડોશથી આવેલી મહિલાઓએ કાર્યક્રમમાં આવી ચાર ચાંદ લગાવ્યા
સનાતન ધર્મની સંસ્કૃતિના થયા દર્શન
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનથી ભારતમાં આવેલી સીમા હૈદર ટૂંક સમયમાં પાંચમા બાળકની માતા બનવા જઈ રહી છે. ગ્રેટર નોઈડાના રબૂપુરામાં તેમની સીમંત વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ખાસ અવસર પર સીમાએ ભાઈ માનેલા વકીલ એપી સિંહ પોતાની માતા સાથે ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલાઓએ પરંપરાગત ગીત ગાઈને આ કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો. આ ખાસ અવસર પર પાડોશની મહિલાઓ પણ આ કાર્યક્રમમાં આવીને ગીતો ગાઈ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
આપને જણાવી દઈએ કે, સીમા હૈદર કોઈને કોઈ કારણસર ચર્ચામાં બની રહે છે. પછી તે કોઈ તહેવાર હોય કે ખાસ અવસર. તે પોતાનો વીડિયો શેર કરવાનું ભૂલતી નથી. હવે સીમા હૈદર બાળકની માતા બનવા જઈ રહી છે અને નવા મહિનામાં પ્રવેશ કરી ચૂકી છે. આ જ કારણે સીમા હૈદરના માનેલા ભાઈ અને સુપ્રીમ કોર્ટના વકીલ ડો. એપી સિંહે સીમા હૈદરના ઘરે પહોંચી ખોળો ભરાવવાની રસમ પૂરી કરી હતી. આજુબાજુની મહિલાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી.
સુપ્રીમ કોર્ટના વકીલ ડો. એપી સિંહે કરી વિધિ
સીમા હૈદરે જણાવ્યું કે, તેને પહેલાથી ચાર બાળકો છે. પણ આ પહેલી વાર છે, જ્યારે તેની સીમંત વિધિ થઈ રહી છે. તેણે કહ્યું હતું કે, આ સનાતન ધર્મની સંસ્કૃતિ છે. સીમાએ એપી સિંહ અને તેમની માતાનો ખૂબ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ખોળો ભરાવવાની વિધિ પિયર પક્ષ તરફથી થાય. એપી સિંહ પરિવારે આ દરમ્યાન સીમાની તમામ વિધિ પૂરી કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, સીમા હૈદર પબજી ગેમ રમતી વખતે સચિન મીણાના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમ થયો. તે બાદ સીમા પોતાના ચાર બાળકો સાથે નેપાળના રસ્તે ભારતમાં આવી ગઈ. ડો. એપી સિંહે કહ્યું કે, સીમાને તેઓ પોતાની બહેન માને છે. તેમણે આખા દેશ તરફથી સીમા અને તેના પરિવારને શુભકામના આપી છે.