Last Updated on by Sampurna Samachar
“આકાશ ધુમાડા જેવા રંગનું અને બરફની જેમ રાખ જમીન પર પડી રહી છે”
૩૬,૦૦૦ એકરથી વધુ જમીન આગમાં લપેટાઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેલિફોર્નિયાના લોસ એન્જલન્સનીમાં છેલ્લા છ દિવસથી ભયંકર આગ યથાવત છે. જે વિનાશના આ દ્વશ્યો દેશ અને દુનિયાના મીડિયા દ્વારા લોકો સુધી પહોંચી રહ્યા છે. ત્યારે આ આગ અંગે તાજેતરમાં ફિલ્મ ઇન્ટસ્ટ્રીની પ્રીતિ ઝિન્ટાએ પ્રત્યક્ષદર્શીનું વર્ણન કર્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રીતિ ઝિન્ટાએ લોસ એન્જલસ સ્થિત નાણાકીય વિશ્લેષક જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા છે.
જોકે પ્રીતિ ઝિન્ટા આ દિવસોમાં ત્યાં છે. પ્રીતિએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, તે તેના પરિવાર સાથે સુરક્ષિત છે. આ મામલે ૧૨ જાન્યુઆરીએ પ્રીતિએ ટિ્વટર પર એક લાંબી પોસ્ટમાં લખ્યું હતું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, હું એવો દિવસ પણ જોઈશ કે, LA માં અમારી આસપાસના વિસ્તારોમાં આગ લાગશે. મારા મિત્રો અને પરિવારોને કાં તો ઘર ખાલી કરવા પડી રહ્યા છે અથવા તેમને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આકાશ ધુમાડા જેવા રંગનું થઈ ગયું છે અને બરફની જેમ રાખ જમીન પર પડી રહી છે. એ વાતનો ડર લાગી રહ્યો છે કે, આ પવન અને આ આગ બંધ નહીં થાય તો શું થશે?
“મારી આસપાસનું દ્રશ્ય જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે. પણ હું ભગવાનનો આભાર માનવા માંગુ છું કે, અમે હજુ સુધી સુરક્ષિત છીએ. આ આગમાં જેમણે કંઈક ગુમાવ્યું છે, અથવા પોતાના સ્થાનથી વિસ્થાપિત થયા છે, તેમની સાથે મારી સંવેદના છે. આશા છે કે ટૂંક સમયમાં આ પવન ધીમો પડી જશે અથવા બંધ થઈ જશે અને આગ કાબુમાં આવી જશે. ફાયર વિભાગ અને તે દરેક લોકોનો પણ આભાર કે જેઓએ બીજાઓના જીવ બચાવવાના પ્રયાસમાં લાગી ગયા છે. તમે બધા પણ તમારી જાતને સુરક્ષિત રાખો.
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરના જંગલોમાં લાગેલી આગ સતત ફેલાઈ રહી છે. મૃત્યુઆંક વધીને ૧૬ થયો છે. તેમજ ૫ લોકોના પેલિસેડ્સની આગના કારણે ૫ મૃત્યુ થયું છે. અને ઇટન આગને કારણે ૧૧ના મોત થયા છે, તો ૧૨૦૦૦ થી વધુ ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે. ૨ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને ૩૬,૦૦૦ એકરથી વધુ જમીન આગમાં લપેટાઈ ગઈ છે. કેલાબાસાસ નજીક કેનેથની આગ ૮૦ ટકા અને સાન ફર્નાન્ડો ખીણમાં હર્સ્ટની આગ ૭૬ ટકા કાબુમાં આવી ગઈ છે.
દુનિયાભરના લોકો આ આગ ઓલવાઈ જાય તેના માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. ઘણા સ્ટાર્સ અને રાજકારણીઓ પણ આ આગથી અસરગ્રસ્ત લોકોને દરેક શક્ય રીતે મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએથી દાન પણ આપવામાં આવી રહ્યું છે.