Last Updated on by Sampurna Samachar
ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા
ભાજપમાં સેન્સ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે તેના નિમિત્તે દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગીર સોમનાથમાં ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. આના પગલેવેરાવળમાં પક્ષની બેઠક યોજાઈ હતી. આ મેરેથોન બેઠકમાં ખાસ્સી ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આના પગલે ભાજપના આંતરિક રાજકારણમાં પણ ગરમી આવી છે.

આખા જિલ્લામાં જાણે ચૂંટણીનુંવાતાવરણ છવાઈ ગયું હોય તેમ જણાઈ રહ્યું છે.વેરાવળમાં સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીવેરાવળ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેના પછી બપોરના બે થી છ અને સાંજના સાતથી નવ વાગ્યા દરમિયાન સૂત્રાપાડા નગરપાલિકા માટે સેન્સલેવાની પ્રક્રિયા એકધારી યોજાઈ હતી.
અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના
આ પ્રક્રિયા દરમિયાન ટિકિટ માટે ઇચ્છુક ઉમેદવારોએ દાવેદારી નોંધાઈ હતી. પક્ષના કાર્યકરો અનેઆગેવાનોએ તેમનો દાવો કર્યો હતો. આમ એક જ દિવસમાં ત્રણ જુદી–જુદી ચૂંટણી માટે યોજાતી આ પ્રક્રિયાના લીધે દિવસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
શાસક પક્ષ દ્વારા સ્થાનિક સ્તરે મજબૂત અને વિજેતા બની શકે તેવા મજબૂત દાવેદારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેની સાથે–સાથે પક્ષના નિરીક્ષકો સંભવિત ઉમેદવારોની સામાજિક સ્વીકૃતિ, તેનું સામાજિક પીઠબળ, તેની લોકપ્રિયતા ઉપરાંત સંગઠન પ્રત્યેની નિષ્ઠા તથા સંગઠનાત્મક કુશળતા પણ જોશે.
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર સેન્સ પ્રક્રિયા પારદર્શક અને લોકતાંત્રિક રીતે પૂર્ણ કરવામાં આવશે, જેથી યોગ્ય અને લાયક ઉમેદવારોને તક મળી શકે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના છે.
આમ વેરાવળ શહેરમાં રાજકીય ગતિવિધિઓનો માહોલ ગરમાયો છે અને પક્ષના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દરેક પક્ષ સક્રિય બન્યો છે. ભાજપ પણ સંગઠનને વધુ મજબૂત બનાવી વિજય માટેની વ્યૂહરચના ઘડી રહ્યું છે.