Last Updated on by Sampurna Samachar
સાળીના પ્રેમમાં પાગલ જીજાએ પત્ની અને બાળકોને છોડી દીધા
પ્રેમીપંખીડાએ પોલીસનો સંપર્ક કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનમાં જીજા-સાળીની એક નવી પ્રેમ કહાની સામે આવી છે. માહિતી મુજબ ચુરુમાં એક ૨૦ વર્ષની સાળી તેના ૩૦ વર્ષના જીજા સાથે પ્રેમમાં પાગલ થઇ ને બીજી તરફ જીજા પણ સાળીના પ્રેમમાં આશિક બની ગયો હતો. ત્યારે તેણે તેની પત્ની અને બે બાળકોને છોડી દીધા અને તેની સાળી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો.
જીજા-સાળી અને દેવર-ભાભી વચ્ચેનો સંબંધ હસી-મજાકથી ભરેલો હોય છે, બંને સંબંધમાં મજાક સામાન્ય વાત છે. બંનેના સંબંધોના લઈને ઘણી કહાનીઓ સામે આવે છે. ત્યારે કંઈક એવી જ જીજા-સાળીની લવસ્ટોરી ચૂરુમાંથી સામે આવી છે. અહીં એક મહિલા પોતાના જીજાને દિલ દઈ બેઠી. વાત એટલી બધી આગળ નીકળી ગઈ બંને લિવ-ઇન રિલેશનશિપમાં આવી ગયા.
પ્રેમનું ભૂત સવાર હતું કે, તેમને કોઈની એક ન માની
સાળી અને જીજા વચ્ચે ૩ વર્ષથી અફેર ચાલી રહ્યું છે. છોકરીની મોટી બહેનને પણ આ વાતની ખબર પડી ગઈ. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે પરિવારે બંનેને સમજાવવાની કોશિશ કરી અને સંબંધનો વિરોધ કર્યો. પરંતુ તેમના માથે એવા પ્રેમનું ભૂત સવાર હતું કે, તેમને કોઈની એક ન માની.
જીજા પણ સાળીના પ્રેમમાં ભાન ભૂલ્યો અને તેની પત્ની અને બે બાળકોને છોડીને ચાલ્યો ગયો. તે હવે તેની પત્ની અને બે પુત્રોને છોડીને તેની સાળી સાથે રહે છે. પરંતુ બંનેને તેમના પરિવારના સભ્યો તરફથી પણ ખતરો લાગે છે. આ ભયથી બચવા માટે પ્રેમીપંખીડાએ પોલીસનો સંપર્ક કર્યો અને પોતાના જીવની સુરક્ષા માટે મદદની ગુહાર લગાવી.
SP ઓફિસમાં આવેલી જબાસર ગામની મૌસમ (૨૨) એ કહ્યું કે, તે BA નો અભ્યાસ કરી રહી છે. તેની બહેનના લગ્ન ૨૦૧૬માં લોહસાણા બારા ગામના ગોવિંદ (૩૦) સાથે થયા હતા. ગોવિંદે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યો છે. તે હવે ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. લગ્ન પછીથી ગોવિંદ તેમના ઘરે આવતો રહ્યો.
મૌસમ સાથે આવેલા તેના જીજા ગોવિંદે આરોપ લગાવ્યો કે તેની પત્નીને ઘરેલુ બાબતોમાં તેની સાથે મતભેદ થતા હતા. લગ્ન પછી તેને બે દીકરા પણ થયા. ગોવિંદે જણાવ્યું કે તેનું તેની સાળી સાથે ૩ વર્ષથી અફેર હતું. બંને મોબાઈલ પર વાત કરતા હતા. જ્યારે આ બધી વાતો ઘરમાં જાણીતી થઈ, ત્યારે તેઓએ તેનો વિરોધ કર્યો. પણ બંને મોબાઈલ પર વાત કરતા રહ્યા.
મૌસમએ જણાવ્યું કે તેના પરિવારના સભ્યો બીજી જગ્યાએ તેના લગ્ન વિશે વાત કરી રહ્યા હતા. આ સંદર્ભે તેણે ગોવિંદને ફોન કરીને બધું કહ્યું અને ધમકી આપી કે જો તે નહીં આવે તો તે કૂવામાં પડી જશે. આ પછી, બંને પોતાનું ઘર છોડીને લિવ-ઇન રિલેશનશિપના દસ્તાવેજો બનાવવા ચુરુ પહોંચ્યા. ચુરુ એસપી ઓફિસ પહોંચ્યા પછી, તેમણે સુરક્ષાની માંગણી કરી. જોકે, આ પ્રેમકથા ખીલી રહી છે અને પરિવારમાં અશાંતિ છે.