Last Updated on by Sampurna Samachar
બાઇક પર લિફ્ટ આપવાના બહાને જંગલમાં લઇ ગયો
ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
UP માં કોલેજથી ઘરે પરત આવી રહેલી બી.ટેક વિદ્યાર્થિની પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બસ સ્ટેન્ડ પર ઉભેલી યૂવતીને તેના જ ગામના એક યુવકે લિફ્ટ આપવાના બહાને તેના બાઇક પર બેસાડીને જંગલમાં લઈ ગયો ને ત્યાં દુષ્કર્મ આચર્યું હોવાનુ સામે આવ્યુ છે.
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ચરથવાલમાં બનેલી આ ઘટનામાં આરોપ એવો છે કે, જંગલમાં પહેલેથી જ હાજર ત્રણ સાથીઓ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું. પીડિતાએ ઘરે પહોંચી અને સમગ્ર ઘટના તેના પરિવારને જણાવી. પીડિતાએ તેના સંબંધીઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને કેસ દાખલા કરાવ્યો હતો.
બાઇક પર લિફ્ટ આપી આચર્યુ આ કૃત્ય
પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી પીડિતાએ જણાવ્યું કે, તે કોલેજથી બસ દ્વારા ઘરે જઈ રહી હતી. દરમિયાન બસ સ્ટેન્ડ પર બસમાંથી ઉતર્યા બાદ તેના ગામ જવા માટે ઓટોની રાહ જોઈ રહી હતી, ત્યારે ગામનો જ એક પરિચિત યુવક બાઇક લઈને ત્યાં આવ્યો. તેણે કહ્યું કે, ‘હું તને મારા બાઇક પર ઘરે છોડી દેઈશ.’
જ્યાં તેણે લિફ્ટ આપવાના બહાને તે છોકરીને ખેતરમાં લઈ ગયો, જ્યાં પહેલાથી જ તેના ત્રણ મિત્રો હાજર હતા. જ્યા આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે કહ્યું કે, પીડિતા બી.ટેકની વિદ્યાર્થીની છે. બપોરે લગભગ ૨ વાગ્યે જ્યારે વિદ્યાર્થીની ઘરે પરત ફરી રહી હતી. ત્યારે પરિચિત યુવકે બાઇક પર લિફ્ટ આપવાના બહાને ગુનો કર્યો. સ્ટેશન ઇન્ચાર્જ આઇપીએસ અધિકારી રાજેશ ધુનાવતે કહ્યું છે, કે પીડિતાની ફરિયાદના આધારે આરોપી હિમાંશુ, સાગર, સિદ્ધાર્થ અને આદેશ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બધા આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.